ગુજરાત

Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

Vadodara News: લગ્નસરાની સિઝન અત્યારે પુરજોશમાં ચાલી રહી છે, વડોદરા જિલ્લામાંથી સામે આવેલી એક ઘટનાએ તમામનું ધ્યાન ખેંચ્યુ છે

Vadodara News: ગુજરાતમાં અત્યારે લગ્ન સિઝન ચાલી રહી છે, અને આવામાં વડોદરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં પરણવા આવેલા એક વરરાજા પર DJ વગાડવાને લઇને કેસ નોંધાયો છે. આ ઘટના બાદ પોલીસે DJ સાથે કુલ 28 સ્પીકરને કબજે કરી લીધા છે, અને ધ્વનિ પ્રદુષણ મુદ્દે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ખરેખરમાં, સ્થાનિકોએ બૉર્ડની પરીક્ષાનો હવાલો આપીને ઘોંઘાટ થતો હોવાની પોલીસમાં ફરિયાદ કરી હતી, જે પછી આ કાર્યવાહી કરાઇ છે.

લગ્નસરાની સિઝન અત્યારે પુરજોશમાં ચાલી રહી છે, વડોદરા જિલ્લામાંથી સામે આવેલી એક ઘટનાએ તમામનું ધ્યાન ખેંચ્યુ છે. ખરેખરમાં અહીં જાન લઇને ગયેલા વરજા પર જ કેસ નોંધાઇ ગયો છે. પોલીસમાં નોંધેયેલી ફરિયાદ મુજબ, વડોદરા જિલ્લાના બીલ ગામમાં એક લગ્ન સમારંભ હતો, મોડી રાત્રે 11 વાગ્યા બાદ બીલ ગામની સરકારી સ્કૂલમાં કાયાવરોહણથી વરરાજાની જાન આવી હતી. આ દરમિયાન જાનૈયા દ્વારા વરઘોડામાં જોરજોરથી DJ વગાડીને ડાન્સ ચાલી રહ્યો હતો, ત્યારે જ સ્થાનિકોએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં 100 નંબર પરથી ઘોંઘાટની ફરિયાદ નોંધાવી દીધી હતી. પોલીસે તાત્કાલિક એક્શન લેતા વરરાજા નિલેશ વસાવા અને DJ સંચાલક દિક્ષિત પાટણવાડીયા વિરૂદ્ધ ધ્વનિ પ્રદુષણ અને મંજૂરી વિના DJ વગાડવાને લઇને ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ખરેખરમાં, સ્થાનિકોનો આરોપ છે કે, અત્યારે સ્કૂલોમાં બૉર્ડની પરીક્ષા ચાલી રહી છે અને તેના કારણે ઘોંઘાટ સહન કરી શકાય નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button