મહિલા વિશેષ

Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા

Delhi Assembly Session: મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દારૂ નીતિ સંબંધિત CAG રિપોર્ટ રજૂ કર્યો છે

Delhi Assembly Session: મંગળવારે દિલ્હી વિધાનસભામાં દારૂ નીતિ સંબંધિત CAG રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દારૂ નીતિ સંબંધિત CAG રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દિલ્હીની દારૂ નીતિમાં ફેરફારને કારણે બે હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

દારૂ કૌભાંડ અંગે CAG રિપોર્ટમાં શું છે ? 

– આમ આદમી પાર્ટી સરકારની નવી દારૂ નીતિને કારણે લગભગ 2,002 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
– રિટેન્ડર પ્રક્રિયાને કારણે 890 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
– ઝૉનલ લાઇસન્સ આપવામાં છૂટછાટને કારણે લગભગ 940 કરોડ રૂપિયાનું નુકસાન થયું.
– કેટલાક દારૂના રિટેલરો પોલિસી સમાપ્ત થાય ત્યાં સુધી લાઇસન્સ રાખતા રહ્યા.
– રિટેન્ડર પ્રક્રિયાને કારણે ૮૯૦ કરોડ રૂપિયાનું નુકસાન.
– કૉવિડ-19પ્રતિબંધોને કારણે, દારૂના વેપારીઓને ૨૮ ડિસેમ્બર ૨૦૨૧ થી ૨૭ જાન્યુઆરી ૨૦૨૨ સુધી લાઇસન્સ ફીમાં ૧૪૪ કરોડ રૂપિયાની છૂટ આપવામાં આવી હતી.

લાયસન્સ ઉલ્લંઘનથી પણ થયો સરકારને ખર્ચ

– દિલ્હી એક્સાઇઝ રૂલ્સ, 2010 ના નિયમ 35 નો યોગ્ય રીતે અમલ કરવામાં આવ્યો ન હતો.
– ઉત્પાદન અને છૂટક વેપારમાં રસ ધરાવતા ઉદ્યોગપતિઓને જથ્થાબંધ લાઇસન્સ આપવામાં આવ્યું. આનાથી સમગ્ર દારૂ સપ્લાય ચેઇનમાં ચોક્કસ પ્રકારના લોકોને ફાયદો થયો. આના કારણે, હોલસેલ માર્જિન 5 ટકાથી વધીને 12 ટકા થયું.
– દારૂ ઝૉન ચલાવવા માટે 100 કરોડ રૂપિયાની જરૂર હતી. પરંતુ સરકારે કોઈ તપાસ કરી નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button