ચરોતર એજ્યું સોસાયટી,આણંદ. સંચાલિત સિનીયર સિટીઝન ફોરમનો ખુલ્લા મંચ કાર્યક્રમ યોજાયો

* *ચરોતર એજ્યું સોસાયટી,આણંદ. સંચાલિત સિનીયર સિટીઝન ફોરમનો ખુલ્લા મંચ કાર્યક્રમ યોજાયો*
ચ.એ.સોસાયટી આણંદના મંત્રી કેતન પટેલના માર્ગદર્શન હેઠળ સંચાલિત સિનિયર સિટીઝન ફોરમની મિટિંગ તારીખ 31 જાન્યુઆરી ને શનિવારે મળી હતી.
આ મિટિગમા સભાસદો માટે ખુલ્લો મંચ કાર્યક્રમ રાખયો હતો. જેમાં ગીત, સંગીત, કાવ્ય પઠન તેમજ મારા જીવનનો અનુભવ વિષય પર ભાગ લેનારાઓએ વકતવ્ય આપયુ હતુ.
યોગાનુયોગ આજના દિવસે ફોરમ પ્રમુખ મહેશભાઇ પટેલના લગ્નની 50મી વર્ષગાંઠ હતી. પૂર્વં ઉપ પ્રમુખ રમણભાઇ પટેલ, મંત્રી બાબુભાઇ પ્રજાપતિ અને ગોવિંદ કુમાર ભાવસાર અને કારોબારી સદસ્યો હેમંતભાઇ પુરોહિત, હરિશભાઇ ભટ્ટ, રમણભાઇ સોની અને રાજેન્દ્ર કુમાર પાંડેએ મહેશભાઇ અને તેમના પત્ની રક્ષા ઉર્ફે દક્ષાબેનનુ સરપ્રાઇઝ ગીફટ આપી સન્માન કર્યું હતું.
ફોરમ પ્રમુખ મહેશભાઇ પટેલે પોતાના સન્માન બદલ સ્વાગત પ્રવચનમા સૌ નો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં અમૂલ્ય ક્લબના પ્રમુખ હસમુખભાઇ કારીયા, પ્રા રમેશભાઇ પટેલે પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું.
સચીન શર્મા અને કનુભાઇ આર પટેલે સૌ સદસ્યોને આયુર્વેદિક ટીપ્સ આપી હતી.
વિપિનચંદ્ર પંડયાએ તાજેતરમાં અવસાન પામેલ સૂર્યકાંત અંબાલાલ પંડયાના થયેલ અવસાન અંગે અંજલી અર્પી હતી.
આ કાર્યક્રમમાં જાન્યુઆરી માસમાં જન્મેલ સદસ્યોનું સન્માન કરાયું હતું જેનું સંચાલન જયોત્સનાબેન પ્રજાપતિ એ કર્યું હતું. મીટીંગની શરુઆતમા આર આર શાહે પ્રાર્થના અને નટુભાઇ વૈષ્ણવે હનુમાનજીની ચોપાઇ ગાઇ ને વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું.
કાર્યક્રમ નું સંચાલન જી એન ભાવસારે કર્યુ હતું.
(રિપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ)