Uncategorized

વડોદરા સ્થિત પંચશીલ વિદ્યાલય અંગ્રેજી માધ્યમ શાળા પરિવાર દ્વારા બરોડા ડેરીની મુલાકાત 

 

 

વડોદરા સ્થિત પંચશીલ વિદ્યાલય અંગ્રેજી માધ્યમ શાળા પરિવાર દ્વારા બરોડા ડેરીની મુલાકાત

માંજલપુર વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ પંચશીલ વિદ્યાલય અંગ્રેજી માધ્યમના આચાર્ય કીર્તિકાબેન ના માર્ગ દર્શન હેઠળ બરોડા ડેરીની મુલાકાત કરાવવામાં આવી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધો હતો તથા સાથે શાળાના આદર્શ શિક્ષકો વંદનાબેન ,તૃપ્તિબેન પ્રિયાબેન ,ગીતાબેન, હેમાંગીનીબેન , કૌશલ્યાબેન અને પ્રીતિબેને સાથ સહકાર આપ્યો હતો.

આ તબક્કે શાળાના વિદ્યાર્થીઓને ડેરીમાંથી બનતી વિવિધ પ્રોડક્ટ ની માહિતી બરોડા ડેરીના પ્રતિનિધિ દ્વારા આપવામાં આવી તથા સમગ્ર શાળા પરિવારને બરોડા ડેરી દ્વારા આઈસ્ક્રીમ ખવડાવી મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું.

શાળાના વિદ્યાર્થીઓએ તથા શાળા સ્ટાફે બરોડા ડેરીની મુલાકાત ના પોતાના અનુભવો જણાવ્યા હતા તથા શાળાના આચાર્ય કીર્તિકાબેને બરોડા ડેરી તરફથી જે સહકાર આપવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને વિષેશ માહિતી આપવામાં આવી તે બદલ આભાર માન્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button