Uncategorized

શ્રીમતિ નૂતનબેન ઠાકોરના સન્માન સાથે જન્મદિવસની અનોખી ઉજવણી 

 

શ્રીમતિ નૂતનબેન ઠાકોરના સન્માન સાથે જન્મદિવસની અનોખી ઉજવણી

વડોદરાની નામાંકિત શાળા પંચશીલ વિદ્યાલય માંજલપુર માં શાળાના નિવૃત્ત આચાર્ય આદરણીય સુધાબેન પટેલ ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદબોધન કરી નુતનબેન ઠાકોરનું સન્માન કર્યું હતું. ઉલ્લેખનીય બાબત એ છે કે શ્રીમતી નુતનબેને શરૂઆતમાં પંચશીલ વિદ્યાલય ત્યારબાદ પંચરત્ન વિદ્યાલય (માંજલપુર) ત્યારબાદ નવયુગ વિદ્યાલય જંબુસરમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ આપ્યા બાદ ફરીથી પંચશીલ વિદ્યાલયમાં જોડાયા છે ત્યારે શાળા પરિવારે તેઓના જન્મદિવસની અનોખી ઉજવણી કરી.

શાળા મંડળના પ્રમુખશ્રી રોહિતભાઈ પટેલે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

ઉલ્લેખની આ બાબત એ છે કે શ્રીમતી નુતનબેન ઠાકોર પોતાના દરેક જન્મદિવસ થકી કંઈક ને કંઈક સમાજને નવો સંદેશ આપે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button