Uncategorized

HCG આસ્થા કેન્સર સેન્ટર અને સિનિયર સિટીઝન નિલગીરી પરિવાર અમદાવાદ સોલા દ્વારા HCG આસ્થા કેન્સર હોસ્પિટલ ખાતે કેન્સર જાગૃતિ હેલ્થ ટોક એવરેનેસ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું

 

HCG આસ્થા કેન્સર સેન્ટર અને સિનિયર સિટીઝન નિલગીરી પરિવાર અમદાવાદ સોલા દ્વારા HCG આસ્થા કેન્સર હોસ્પિટલ ખાતે કેન્સર જાગૃતિ હેલ્થ ટોક એવરેનેસ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું

આ પ્રોગ્રામમાં HCG હોસ્પિટલ ના જાણીતા કેન્સર નિષ્ણાત ડો. આદિત્ય જોશીપુરા ( M. S. M. CH.) કેન્સર સર્જન તથા HCG હોસ્પિટલ ના ડો. નિધિ ગુપ્તા ( MBBS. MD. GYNEC) એફરોબોટિક સર્જન દ્વારા માથામાં, મોમા, ગળામાં, થતાં કેન્સર તથા મહિલાઓમાં થતા કેન્સર જેવી બીમારીઓ પ્રત્યે જાગૃતિ લાવવી અને સમયસર તપાસ કરાવી જોઈએ આ વિશે સુંદર માહિતી પુરી પાડી હતી.

HCG હોસ્પિટલ ના આ પ્રોગ્રામમાં સિનિયર સિટીઝન નિલગીરી પરિવાર સોલા ના પ્રમુખ શ્રી દશરથભાઈ પટેલ, લાયન્સ ક્લબ પ્રમુખ શ્રી ગીરીશભાઈ પટેલ, નરેન્દ્ર મોદી વિચાર મંચ ના ગુજરાત પ્રદેશ સચિવ શ્રી વિપુલભાઈ પટેલ, મેડિકલ પ્રોટેક્શન એવરેનેસ ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી હસમુખભાઈ રાજપૂત, નરેન્દ્ર મોદી વિચાર મંચ ના અમદાવાદ જિલ્લાના મહામંત્રી શ્રી યોગેશભાઈ ઘેલાની, મીડિયા ડેવલોપમેન્ટ ઓફ ઈન્ડિયા ના શ્રીમતી હેતલબેન પરીખ,શ્રી રમેશભાઈ પ્રજાપતિ વગેરે મહાનુભાવોએ આ પ્રોગ્રામમાં હાજરી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button