અમૂલ્ય સિનિયર સિટીઝન ક્લબ આણંદ ખાતે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો*

*અમૂલ્ય સિનિયર સિટીઝન ક્લબ આણંદ ખાતે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો*
અમૂલ્ય સિનિયર સિટીઝન ક્લબ,આણંદ.ના સભ્યો માટે અવારનવાર વિવિધ વક્તવ્ય તેમજ વ્યાખ્યાનો ઉપરાંત મનોરંજન કાર્યક્રમનું આયોજન કરે છે. ગત સભામાં શ્રી શૈલેષભાઈ શાહ (હરિહર બુક ડેપોવાળા)ના સૌજન્યથી જી.એન.ભાવસાર મ્યુઝિકલ ગ્રુપ વિદ્યાનગરનો સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો. જી. એન. ભાવસાર ના આ 196માં સંગીત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા.આ કાર્યક્રમમાં નડિયાદના ગાયક કલાકાર રેખાબેન ડાભીએ પોતાની ગાયકી દ્વારા સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે અમૂલ્ય સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ જયંતીભાઈ શાહે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને મંત્રી નરેન્દ્રભાઈ શાહે મહેમાનોનો પરિચય આપ્યો હતો. પુરાને નગમેમાં પોતાના મનપસંદ ગીતો સાંભળીને સૌ આનંદવિભોર થયા હતા.વોઇસ ઓફ મુકેશથી જાણીતા જી.એન.ભાવસાર અને મલ્ટી સિંગર રેખાબેન ડાભી પોતાની આગવી શૈલીમાં ગીતોની જે પ્રસ્તુતિ કરી તેનાથી પ્રભાવિત થઈ સભ્યશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પુરસ્કાર આપી બંને કલાકારોનું સન્માન કર્યું હતું.આ કાર્યક્રમમાં જાણીતા ગઝલકાર પત્રકાર શ્રી અનવરભાઈ બહાદરપુરવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.અત્રે એ બાબતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે સમગ્ર ચરોતર પંથક ઉપરાંત ગુજરાતના વિવિધ સ્થળોએ આણંદ વિદ્યાનગરના જી.એન.ભાવસાર મ્યુઝિકલ પાર્ટી નવા નવોદિત કલાકારોને પ્રોત્સાહન આપી મનોરંજન કાર્યક્રમનું આયોજન કરે છે. આભારવિધિ અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મંત્રી નરેન્દ્રભાઈ શાહે કર્યું હતું.
(રિપોર્ટર, અનવર બહાદરપુરવાલા,આણંદ)