જંબુસર અદાલતમાં નોંધાયેલા ફોજદારી કેસ નંબર ૧૯૭૮/૨૦૨૨માં 15/01/2026.ના.રોજ મહત્વપૂર્ણ અને દ્રઢ ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે.

જંબુસર અદાલતમાં નોંધાયેલા ફોજદારી કેસ નંબર ૧૯૭૮/૨૦૨૨માં 15/01/2026.ના.રોજ મહત્વપૂર્ણ અને દ્રઢ ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી એ.ડી. રાવ દ્વારા કેસની તમામ દસ્તાવેજી પુરાવા, મૌખિક સાક્ષીઓ તેમજ કાનૂની દલીલો પર વિચારણા બાદ આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો છે.આ કેસમાં આરોપી સુરેશભાઈ ઉર્ફે સુર્યો ડાહ્યાભાઈ પરસોતમભાઈ પરમાર, રહે. ટુંડજ, રોહિતવાસ, તા. જંબુસર, જિ. ભરૂચને ઈન્ડિયન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યાછે.અદાલતે આરોપીનેઈન્ડિયન પીનલ કોડની કલમ ૩૨૩ (મારામારી) હેઠળ ૦૬ (છ) માસની સાદી કેદ,
તેમજ ઈન્ડિયન પીનલ કોડની કલમ ૫૦૬(૨) (જાનથી મારી નાખવાની ધમકી) હેઠળ ૦૬ (છ) માસની સાદી કેદની સજા ફટકારી છે.
અદાલત દ્વારા સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો છે કે આરોપીનેફટકારવામાં આવેલી બંને સજાઓ એકસાથે ભોગવવાની રહેશે. ઉપરાંત, આરોપી જો તપાસ અથવા ટ્રાયલ દરમ્યાન કાચા કામના કેદી તરીકે કસ્ટડીમાં રહ્યોહોય, તો તે સમયગાળો કિ.પ્રો.કોડની કલમ ૪૨૮ મુજબસજાનીગણતરીમાં લેવામાં આવશે.ચુકાદા દરમિયાન અદાલતે વધુમાં આરોપીના જામીનખત તથા બોન્ડ જપ્ત કરવાનો હુકમકર્યોછેતેમજઆરોપીને.તાત્કાલિકન્યાયિક કસ્ટડીમાંલેવાનીકાર્યવાહી કરવાનો.પણઆદેશ આપ્યો છે.
આ કેસમાં રજૂ થયેલ મુદ્દામાલ (ડાંગ) અંગે અદાલતે સ્પષ્ટ જણાવ્યું છે કે, જો અપીલ દાખલ ન થાય અથવા અપીલનો સમયગાળો પૂર્ણ થાય, ત્યારબાદ મુદ્દામાલનો નિયમ મુજબનાશકરવાનો હુકમ અમલમાં મૂકવામાં આવશે.સાથેજઆરોપીને કિ.પ્રો.કોડનીકલમ૩૬૩ (૧) મુજબ આ ચુકાદાની નકલ.વિનામૂલ્યે.પૂરી પાડવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ મામલે ફરિયાદી પ્રવિણભાઈ મફતભાઈ પરમાર દ્વારા તા. ૨૯/૧૨/૨૦૨૧ના રોજ જંબુસર તાલુકાના ગામની ભાગોળે થયેલ મારામારી તથા જાનથી મારી નાખવાની ગંભીર ધમકી અંગે પોલીસમાં ફરિયાદનોંધાવવામાંઆવી હતી.તપાસપૂર્ણથયાબાદચાર્જશીટ.દાખલ થતાં કેસ અદાલતમાં ચાલતો હતો.ટ્રાયલ દરમ્યાન રજૂ થયેલા સાક્ષીઓ, દસ્તાવેજી પુરાવા અને પરિસ્થિતિજન્યપુરાવાઓના.આધારેઅદાલતે આરોપીની સંડોવણી સાબિત માની ન્યાયોચિત અને યોગ્ય સજા ફટકારી, જેથી સમાજમાં કાયદા પ્રત્યે વિશ્વાસ મજબૂત થાય તેવો સંદેશો આપવામાં આવ્યો છે.