ગાંધીનગર મુકામે તા. 8/1/2026 ને ગુરુવારના ના રોજ ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન, ગાંધીનગર દ્વારા માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરુ કરવામાં

ગાંધીનગર મુકામે તા. 8/1/2026 ને ગુરુવારના ના રોજ ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન, ગાંધીનગર દ્વારા માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરુ કરવામાં આવેલ PMSVANidhi યોજનાનો “સ્વનિધિ સમારોહ” કાર્યક્રમ યોજેલ. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓના મહાનુભાવો, અધિકારીઓ તથા આ યોજનામાં કામ કરતા કર્મચારીઓ હાજર રહેલ. આ સમારોહમાં “સ્વનિધિ સે સમૃદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત રાજ્યની 156 નગરપાલિકાઓ માં થી “બેસ્ટ પર્ફોમન્સ માટે બોરસદ નગરપાલિકા”ને ગુજરાત રાજ્યના નાંણા અને શહેરી વિકાસ કેબિનેટ મંત્રીશ્રી માન.કનુભાઈ દેસાઈ નાં વરદ હસ્તે બોરસદ નગરપાલિકાના GULM શાખાના મેનેજરશ્રી આમિનભાઈ એ મન્સૂરી અને ટ્વિન્કલ જી શર્મા ને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી બોરસદ નગરપાલિકાને એવોર્ડ પ્રાપ્ત તથા ચીફ ઓફિસરશ્રી વિરાજ શાહ અને GULM સ્ટાફની કામગીરી ને બિરદાવી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં ભવિષ્યમાં પણ બોરસદ નગરપાલિકા દ્વારા સારી કામગીરી થાય અને આ યોજનામાં લાભાર્થીઓને વધુમાં વધુ લાભ મળી રહે તેવી કામગીરી કરવા પ્રોત્સાહન આપવામાં આવ્યું .