Uncategorized

આણંદમાં 116 ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશની મહિલા પકડાઈ

 

આણંદમાં 116 ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશની મહિલા પકડાઈ

 

મધ્યપ્રદેશની મંજુ જગદીશ ભુરીયા નામની એક મહિલા આણંદ નવા બસસ્ટેન્ડ પાસે પ્રતિબંધીત નાર્કોટીક પદાર્થ (ડ્રગ્સ) લઇને વેચાણ કરવા આવનાર હોવાની બાતમી આણંદ એસ.ઓ.જી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે બાતમી મુજબના ઠેકાણે વોચ ગોઠવી હતી. દરમિયાન આણંદ નવા બસ સ્ટેન્ડની સામે આવેલ સરદાર બાગ આગળ ઉભી રહેતી રિક્ષાઓના ઓથા હેઠળ બાતમી મુજબના વર્ણનવાળી મહિલા નજરે પડી હતી. જેથી પોલીસે મંજુ જગદીશ ભુરીયા (રહે. બેડાવા, ઝાબુવા, મધ્યપ્રદેશ) ની અટકાયત કરી હતી. જે બાદ પોલીસે તેની પાસેના થેલાની તલાશી લેતાં, તેમાંથી 116.270 ગ્રામ જેટલો આછા પીળા કલરનો પ્રતિબંધિત શંકાસ્પદ નાર્કોટીક પદાર્થ(ડ્રગ્સ) મળી આવ્યો હતો.

 

પોલીસે આ શંકાસ્પદ નાર્કોટીક પદાર્થની તપાસણી કરાવતાં, તે એમફેટામાઈન/એમ્ફેટામાઇન ડેરીવેટીસ/મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું જણાઈ આવ્યું હતું.

 

પોલીસે આ એમ.ડી ડ્રગ્સ કિંમત રૂપિયા 3,48,810, એક મોબાઇલ કિંમત રૂપિયા 10,000 તેમજ રોકડા રૂપિયા 669 મળીને કુલ રૂપિયા 3,59,479 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલ મંજુ જગદીશ ભુરીયા વિરૂદ્ધ નાકોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ 8(C), 22(c) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

આરોપી મહિલાનો પતિ પોશડોડાના કેસમાં ત્રણ વર્ષથી નડિયાદની જેલમાં છે – ડીવાયએસપી

 

આ અંગે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ જણાવે છે કે, ડ્રગ્સ સાથે પકડાયેલ મહિલાને કોર્ટમાં રજૂ કરી, તેના 12 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યાં છે. પ્રાથમિક પુછપરછમાં આ મહિલા મધ્યપ્રદેશના રતલામથી આ ડ્રગ્સ લાવી અહીં છુટક વેચાણ કરવા માટે આવેલ હોવાનું બહાર આવ્યું છે. વધુમાં આ મહિલાના પતિ પોશડોડાના કેસમાં છેલ્લાં ત્રણ વર્ષથી નડિયાદની જેલમાં હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button