સિનિયર સિટીઝન ફોરમની (ડી.એન) સામાન્ય સભામાં હાસ્ય કલાકાર નટુભાઇ નો કાર્યક્રમ યોજાયો*

*સિનિયર સિટીઝન ફોરમની (ડી.એન) સામાન્ય સભામાં હાસ્ય કલાકાર નટુભાઇ નો કાર્યક્રમ યોજાયો*
ચરોતર એજયુકેશન સોસાયટી આણંદના મંત્રી કેતનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ડી.એન સિનિયર સિટીઝન ફોરમની માસિક સભા 29 ડિસેમ્બર, 2025 સોમવારના રોજ મળી હતી.
આ સામાન્ય સભામાં જીટોડિયાના હાસ્ય દરબાર કલાકાર નટુભાઇ પટેલે પોતાની આગવી લાક્ષણિક શૈલીમાં હાસ્યસભર ટુચકાઓ કહી સૌ સદસ્યોને પેટ પકડીને હસાવ્યા હતા. શ્રી નટુભાઈ પટેલે જૂની કહેવતોને ટાંકીને જૂની અને નવી પેઢીઓ વચ્ચે વધી રહેલ અંતર દૂર કરી સૌ સિનિયર સિટીઝનનોને હસતા રમતા રહી જીવન જીવવાની ચાવી બતાવી હતી.
પ્રમુખસ્થાનેથી મહેશભાઇ પટેલે આગામી 11,12 અને 13 જાન્યુઆરી 2026 ના રોજ ડી.એન કેમ્પસમાં ચટકારો 2026 યોજાનાર છે. સાથે 13 જાન્યુઆરીના રોજ સાંજના પાંચ કલાકે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન પણ રાખેલ છે તેમ જણાવી સૌ સદસ્યોને હાજર રહેવા જણાવ્યું હતું.
સભામાં મનોજ ભટ્ટ તેમજ અન્ય સિનિયર સિટીઝન ભાઇ- બહેનોએ હાસ્ય રસિક પ્રસંગો રજૂ કર્યા હતા. સભામાં ડિસેમ્બર 2025માં આવતા જન્મદિવસવાળા સૌ સદસ્યોનું મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.જેનું સંચાલન જ્યોત્સ્નાબેન પ્રજાપતિએ કર્યુ હતું.
વિપિનભાઇ પંડયાએ હાસ્ય દરબાર કલાકાર નટુભાઇ પટેલનો પરિચય આપી પ્રસંગોચિત પ્રવચન કર્યુ હતું.
રેખાબેન સોનીએ પ્રાર્થના રજૂ કરી હતી. મંત્રી જી.એન.ભાવસારે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા.
આ સભામાં ઉપપ્રમુખ રમણભાઇ પટેલ, મંત્રી બાબુભાઇ પ્રજાપતિ, સહમંત્રી પ્રવિણભાઇ સુથાર તેમજ કારોબારી સદસ્યો અને સદસ્ય ભાઇ બહેનો મોટી સંખ્યા હાજર રહ્યા હતા.અંતમાં આભાર વિધિ પ્રો.રમેશભાઇ પટેલે કરી હતી.
(રિપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ)