ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા “શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫” ની ઉજવણી કરવામાં આવી રહેલ છે.

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા “શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫” ની ઉજવણી કરવામાં આવી રહેલ છે. જે અંતર્ગત આજ તા.૨૩/૧૨/૨૦૨૫ ને મંગળવારના રોજ “Women For Tree Campaign “ ની કામગીરીનો રાજ્ય કક્ષાએ શુભારંભ કાર્યક્રમ માન.મંત્રીશ્રી,(રાજ્ય કક્ષા) શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અધ્યક્ષ સ્થાને ધોળકા ખાતે અને તેના સમાંતર ૬૯ મહાનગરપાલિકાઓ/નગરપાલિકાઓમાં સ્થાનિક કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ છે. જે અન્વયે આજરોજ આંકલાવ નગરપાલિકાના સભા ખંડમાં કાર્યક્રમનો લાઈવ પ્રસારણ બતાવવામાં આવેલ હતો તેમજ આંકલાવ નગરપાલિકાના વડસર તળાવ, આંકલાવ ખાતે સ્થાનિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખશ્રી ઉન્નતીબેન એમ. પટેલ, ભાજપ સંગઠન સભ્યશ્રીઓ તેમજ નગરપાલિકાના અમૃત 2.0 ના નોડલ ઓફિસર શ્રી જંખના ડી. સરવૈયા એન.યુ.એલ.એમ. ટીમ તેમજ સ્વ સહાય જુથના બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવો અને સ્વ સહાય જુથના બહેનો દ્વારા વડસર તળાવ ખાતે ૭૫ વૃક્ષારોપણ “શુભારંભ” ની કામગીરી કરવામાં આવેલ હતી.