Uncategorized
નવયુગ વિદ્યાલય જંબુસરમાં બાળ વિજ્ઞાન મેળા નું ભવ્ય આયોજન થયું


નવયુગ વિદ્યાલય જંબુસરમાં બાળ વિજ્ઞાન મેળા નું ભવ્ય આયોજન થયું
નવયુગ વિદ્યાલય જંબુસર માં બાળ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ અદભૂત કૃતિઓ બનાવી સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.
આ સમગ્ર સફળ આયોજન શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ પરમાર તથા શ્રી શહેઝાદ પટેલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
શાળા પરિવારે તથા શાળા ના ટ્રસ્ટી શ્રી રણછોડભાઈએ ઉપસ્થિત રહી કૃતિઓ નિહાળી હતી તથા જે વિદ્યાર્થીઓના નંબર આવ્યા હતા તેમને શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે તથા શાળા મંડળના પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકીએ શુભેચ્છાઓ પાઠવી હતી.