સાવલીની ઇસ્લામિક સંસ્થા માં પદવીદાન અને સમુહલગ્નોત્સવ ઉજવાયો
, સાવલીની ઇસ્લામિક સંસ્થા માં પદવીદાન અને સમુહલગ્નોત્સવ ઉજવાયો
વડોદરા જિલ્લાનાસાવલી તાલુકાના કરચીયા રોડ પર આવેલ જામિયા મદારૂલ ઉલુમના કેમ્પસ માં સમૂહ લગ્ન અનેહાફિઝે કુરાન બાળકોનો દસ્તાર બંધીકાર્યક્રમયોજાયો હતો
વડોદરાજિલ્લાના સાવલી કરચીયા રોડ પર આવેલા દારૂલ મદારૂલ ઉલુમ માં ઇસ્લામિક શિક્ષણમાંત્રણ બાળકોએ સમગ્ર કુરાન કંઠસ્થ ( હાફિઝ) કરીલેતા તેઓને સનદ વિતરણઅને વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયોહતો
સૈયદઅસગરઅલીબાપુના નેતૃત્વમાં કરચિયા રોડ પર દારૂલ મદારૂલ ઉલુમ નામની ઇસ્લામિક સંસ્થા કાર્યરત છે જ્યાં અનાથ અને ગરીબ બાળકોને કુરાનના પાઠ શીખવાડી ને માનવ જીવનની સેવા માટે નીપુણ કરવામાં આવે છે તેમની સંસ્થા દ્વારા કુરાને હાફિઝ.બાળકોને.પદવી દાનનો કાર્યક્રમ યોજાયો હતો સાથે સાથે હુસેની ખિદમતેખલ્ક કમિટી મુસ્લિમસમાજદ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા અને સંસ્થા તરફથી તમામ નવયુગલોને ઘરવખરીનો તમામ સામાન દહેજદાન પેટે ભેટ આપવામાંઆવ્યો હતોઅનેનવદંપત્તિયુગલોને આશીર્વાદપાઠવ્યા હતા આ સમયેએ હિન્દુસ્તાન જિંદાબાદના.નારા લગાવવામાં આવ્યા હતા ત્યારે ભારે દેશભક્તિના દ્રશ્યો સર્જાયા હતા સાથે સાથે ધારાસભ્ય કેતન ઇનામદારે વિશેષ હાજરી આપી હતી અને પોતાના પ્રાસંગિક પ્રવચનમાંપવિત્ર કુરાન કંઠસ્થકરનારત્રણેય યુવકોનેઅભિનંદનપાઠવીને તેઓ સમાજ ઉપયોગી ઉપદેશ આપીને સમગ્ર માનવ જાતનું કલ્યાણ કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.અને સમૂહ લગ્ન તમામ જ્ઞાતિઓમાં થવા જોઈએ અને સમાજ કુરિવાજો માંથી બહાર આવે તે આજના સમયની માંગ ગણાવી હતી અને ધારાસભ્ય એ તમામ કમિટી તેમજ અસગર અલી બાપુના પ્રયાસો ને બિરદાવ્યાહતા આ પ્રસંગે સૈયદઅસગરઅલીબાબા, સાવલી ડેસર ધારાસભ્ય કેતન ઇનામદાર ,સૈયદ ઝાકીર અલી બાવાબાબર ભાઈ,મહેશ પટેલ, ડોપ્યારેસાહેબ, હાજી જુનેદભાઈ ,સોહિલ ચિશ્તી, ફારુક બાબા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને મોટીસંખ્યામાંતાલુકાજ નો હાજર રહ્યા હતા
પાટવી ગુજરાતી ન્યૂઝ
રિપોર્ટર: હમીદ જાદવ ( સાવલી)