Uncategorized
નવયુગ વિદ્યાલય જંબુસરમાં ભવ્ય રમતોત્સવનું આયોજન થયું
નવયુગ વિદ્યાલય જંબુસરમાં ભવ્ય રમતોત્સવનું આયોજન થયું
નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ જાગૃતિ અભિયાન બાદ રમતોત્સવમાં ભાગ લીધો હતો જેમા સામૂહિક રમતો, વ્યક્તિગત રમતો , એટલેટીક્સ વિગેરે રમતોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર રમતોત્સવનું આયોજન નવયુગ વિદ્યાલયના વ્યાયામ શિક્ષક શ્રી અમરસિંહ વસાવા એ નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરના માર્ગદર્શન અનુસાર કર્યું હતું જેમાં શાળાના માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના તમામ શિક્ષકો એ સહકાર આપ્યો હતો.
જે વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે તેમને શાળા પરિવાર અને શાળા મંડળના પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકીએ શુભેચ્છાઓ પાઠવી હતી.