કરજણ તાલુકાના કિયા ગામની સીમ નજીક ભયંકર અકસ્માત, 16 વર્ષીય બાળકે ગુમાવ્યો જીવ


કરજણ તાલુકાના કિયા ગામની સીમ નજીક ભયંકર અકસ્માત, 16 વર્ષીય બાળકે ગુમાવ્યો જીવ
કરજણ તાલુકાના કિયા ગામની સીમ વિસ્તારમાં રામદેવ હોટલ સામે આવેલા નેશનલ હાઈવે 48 પર એક ઓટો રિક્ષાને અજાણ્યા વાહને પાછળથી જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત સમયે ઓટો રિક્ષામાં બે પ્રૌઢ વ્યક્તિઓ સાથે ત્રણ નાબાલિક બાળકો સવારી કરી રહ્યા હતા. અચાનક થયેલી જોરદાર અથડામણના કારણે ઓટો રિક્ષા રોડ કિનારે આવેલા નાળામાં ખાબકી ગઈ હતી.
આ ઘટનામાં ત્રણેય બાળકોને ઇજા પહોંચી હતી, જેમાંથી બે બાળકોને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. જ્યારે તજમુલ નામના 16 વર્ષીય બાળકનું નાળામાં પડવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા તાત્કાલિક ઇમર્જન્સી 112ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ તેમજ હાઈવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મૃતક બાળકને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સામુહિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
: ,( કરજણ)*****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)