કોલીયાદ – અટાલી માર્ગ પર ઇબાદતગાહનો પાયાવિધી કાર્યક્રમ યોજાયો…
કોલીયાદ – અટાલી માર્ગ પર ઇબાદતગાહનો પાયાવિધી કાર્યક્રમ યોજાયો…
કરજણ તાલુકાના કોલીયાદ – અટાલી માર્ગ પર આવેલી હઝરત મીઠ્ઠુશા બાવા સરકાર તેમજ હઝરત મલંગ શા બાવા સરકારની દરગાહ શરીફ પાસે નવનિર્મિત ઇબાદતગાહનો પાયાવિધી કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો હાજર રહ્યા હતા. કલા શરીફ સ્થિત હઝરત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના હસ્તે ઈબાદતગાહની બુનિયાદ નાખવામાં આવી હતી. ઇબાદતગાહનો મુખ્ય આશય નજીકમાં આવેલી બે દરગાહ શરીફ પર જિયારત માટે આવતા જાયરીનો નમાઝના સમયે નમાઝ અદા કરી શકે એ હેતુસર ઇબાદતગાહનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઇબાદતગાહનું નિર્માણ પૂર્ણ થશે ત્યારે દરગાહ શરીફ પર જિયારત માટે આવતા જાયરીનોને નમાઝ અદા કરવા માટે સુવિધા પ્રાપ્ત થશે. દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા સમૂહ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી…****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)