Uncategorized
નવયુગ વિદ્યાલય જંબુસરમાં વિદ્યાર્થીઓના હેલ્થ ચેકઅપ નો કાર્યક્રમ યોજાયો

નવયુગ વિદ્યાલય જંબુસરમાં વિદ્યાર્થીઓના હેલ્થ ચેકઅપ નો કાર્યક્રમ યોજાયો
જંબુસર રેફરલ હોસ્પિટલના ડૉ.ભૂમિકાબેન તથા સ્ટાફ દ્વારા નવયુગ વિદ્યાલય જંબુસરના વિદ્યાર્થીઓનો આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો જેમાં જંબુસર રેફરલ હોસ્પિટલના સ્ટાફે શાળાના વિદ્યાર્થીઓની તબીબી ચકાસણી કરી જે વિદ્યાર્થીઓને સારવાર તથા વધુ તબીબી ચકાસણી ની જરૂર હોય તેમને જંબુસર રેફરલમાં ઉપસ્થિત રહી આગળની કાર્યવાહી કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ શ્રી અમરસિંહ વસાવા તથા શ્રી ડી.એમ. મીરે શાળા પરિવારના સહકારથી સંભાળ્યું હતું.