કાઠીયાવાડી મુલતાની (પિંજારા) જમાતના ૧૦૦ વર્ષ પૂર્ણ થતા સાંસરોદ સ્થિત જુમલા હૉલમાં ઉજવણી કરાઇ, સમાજના વડીલો, આગેવાનો તેમજ ટેલેન્ટેડ યુવાનો, યુવતીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા…
કાઠીયાવાડી મુલતાની (પિંજારા) જમાતના ૧૦૦ વર્ષ પૂર્ણ થતા સાંસરોદ સ્થિત જુમલા હૉલમાં ઉજવણી કરાઇ, સમાજના વડીલો, આગેવાનો તેમજ ટેલેન્ટેડ યુવાનો, યુવતીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા…
પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાંસરોદ સ્થિત જુમલા હૉલમાં કાઠીયાવાડી મુલતાની (પિંજારા) જમાતના ૧૦૦ વર્ષ પૂર્ણ થતા એક ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી. ત્યારબાદ સમાજના ભૂલકાઓએ સુંદર નાઅત શરીફ રજુ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. ત્યારબાદ સમાજના અધ્યક્ષ સહિત વડીલો, આગેવાનો, ટેલેન્ટેડ યુવાનો, યુવતીઓનું ટ્રોફી તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વક્તા દ્વારા મુલતાની સમાજમાં જે કાર્યો થઇ રહ્યા છે તેનો સુંદર ચિતાર રજુ કરી સમાજ લક્ષી કાર્યો થકી સમાજને વધુમાં વધુ આગળ લઇ જવા આહવાન કર્યું હતું. સાંપ્રત આધુનિક યુગમાં બાળકોને સુશિક્ષિત બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો.કલા શરીફ સ્કૂલના આચાર્ય ઇરફાન મુલતાનીએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે આજે કાઠીયાવાડી મુલતાની સમાજના ૧૦૦ વર્ષ પૂર્ણ થતા અમે સૌ અહીંયા ભેગા થયા છીએ. અમારા પીરે તરીકત સૈયદ અલ્હાજ બાવા, સમાજના આગેવાનો સાથે અમે ઉજવણી કરી રહ્યા છીએ. સમાજનો ખુબ મોટો ફાળો છે. સમાજના ઉત્થાનમાં અમારા સમાજના દરેક મિત્રોનો ફાળો છે. અમે આગળ પણ સમાજલક્ષી કાર્યો ભેગા મળીને કરીશું…*****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)