કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રીની સુચના અનુસાર મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા વિવિધ વિસ્તારો ખાતે બાકી વેરો જમા કરાવવા અંગે નોટિસ આપવામાં આવી છે અને રિકવરી સંબંધે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ બાકરોલ સ્ક્વેર માં રૂ. 60,000 /- નો બાકી વેરો ભરપાઈ ન કરવાના કારણે 07 જેટલી દુકાન તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે.
મહાનગરપાલિકા ના વિવિધ વિસ્તારો માંથી અન્ય મિલકતો ધારક પાસેથી બાકી પડતો રૂ. 2,75,000 જેટલો વેરો વસૂલ કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકા દ્વારા નગરજનોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે પોતાની મિલકતનો બાકી વેરો તાત્કાલિક જમા કરાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. પોતાની મિલકતનો બાકી રહેલ વેરો નિયમિત ન ભરતા લોકો સામે કાયદાની જોગવાઈને આધીન દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ મનપાની રિકવરી ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે.