વલણ હોમિયોપેથીક મેડિકલ કોલેજ ખાતે છાત્રોનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો, નવા પ્રવેશ મેળવનાર છાત્રોનું પુષ્પ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું…
વલણ હોમિયોપેથીક મેડિકલ કોલેજ ખાતે છાત્રોનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો, નવા પ્રવેશ મેળવનાર છાત્રોનું પુષ્પ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું…
કરજણ તાલુકાના વલણ હોસ્પિટલ સ્થિત હોમિયોપેથીક કોલેજ સંકુલની નવનિર્મિત બિલ્ડિંગમાં હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવનાર છાત્રોનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી. ત્યારબાદ છાત્રાઓએ સુંદર પ્રાર્થના રજુ કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું ટ્રસ્ટીઓ દ્વારા પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્યાએ કોલેજમાં પ્રવેશ મેળવનાર નવા છાત્રોને શુભેચ્છાઓ પાઠવી તેઓની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી.
કોલેજના આચાર્યાએ નવા પ્રવેશ મેળવનાર છાત્રોનું સ્વાગત કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું આપણા માટે ખુશીની વાત છે કે આપણે સૌ અહીં ભેગા થયા છીએ. ખૂબ જલ્દી આ કોલેજ આગળ વધશે અને ગુજરાતમાં ટોપર કોલેજ બનશે. એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અમારી વિશેષતા એ છે કે કોલેજની બિલ્ડિંગ પૂર્ણ સુવિધાઓ સાથે નિર્માણ પામી.છે. અમારી કોલેજ ગુજરાતમાં ટોપર બનશે. એમ જણાવ્યું હતું. અમારી કોલેજમાં ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે એ અમારી વિશેષ ઉપલબ્ધિ છે. એમ તેઓએ જણાવ્યું હતું. હોમિયોપેથીક ક્ષેત્રમાં અમે નવી ઊંચાઈઓ સર કરીશું. એમ તેઓએ જણાવ્યું હતું. સર્વેને યોગદાન આપવા તેઓએ આહવાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન વલણ હોસ્પિટલ તેમજ હોમિયોપેથીક મેડિકલ કોલેજન સંચાલકો દ્વારા કરવામાં આવ્યું હતું….
:: પાલેજ ..કરજણ…*****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)