પાલેજના ચિશ્તીયા નગર સ્થિત દરગાહ શરીફ પર છઠ્ઠી શરીફની ઉજવણી..
પાલેજના ચિશ્તીયા નગર સ્થિત દરગાહ શરીફ પર છઠ્ઠી શરીફની ઉજવણી…
વિશ્વ વિખ્યાત સુપ્રસિધ્ધ આજમેર શરીફ સ્થિત સૂફી સંત ખ્વાઝા ગરીબ નવાજ સાહેબના આસ્તાના પર દર મુસલમાની માસના છઠ્ઠા ચાંદે છઠ્ઠી શરીફની ઉજવણી કરવામાં આવે છે. આ પરંપરા હવે ગુજરાત ભરના તમામ જિલ્લામાં આવેલી દરગાહ શરીફ તેમજ ભરૂચ જિલ્લામાં આવેલી દરગાહો ઉપર પણ ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ભરૂચના પાલેજ સ્થિત હજરત મોટામિયાં ચિશ્તી સાહેબની દરગાહ શરીફ પર શુક્રવારના રોજ છઠ્ઠી શરીફની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે હજરત સૈયદ સ્લીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ હજરત સૈયદ ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.મક્કા મસ્જિદના ઇમામ સાહેબે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે એ માટે દુઆ ગુજારી હતી…
:- ..ભરૂચ…*****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)