ટંકારીયા ગ્રામ પંચાયત દ્વારા શરૂ કરાયેલા મંગળવાળી હાટ બજારને ગ્રામજનો તરફથી ખુબ જ સારો પ્રતિસાદ, મંગળવારી બજાર ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશિર્વાદરૂપ સાબિત થઇ રહ્યું છે…
ટંકારીયા ગ્રામ પંચાયત દ્વારા શરૂ કરાયેલા મંગળવાળી હાટ બજારને ગ્રામજનો તરફથી ખુબ જ સારો પ્રતિસાદ, મંગળવારી બજાર ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશિર્વાદરૂપ સાબિત થઇ રહ્યું છે…
ભરૂચના ટંકારીયા ગ્રામ પંચાયત દ્વારા એક નવતર આયોજન કરી મંગળવાળી હાટ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મંગળવારી હાટ બજારને ગ્રામજનો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગત તારીખ ૭ મી ઓક્ટોબરના રોજ ગામના ખરી મેદાનમાં મંગળવાળી હાટ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મંગળવાળી હાટ બજારનો પ્રારંભ થતા સાંપ્રત મોંઘવારીના યુગમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને દરેક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ રાહત દરે મળી રહે એ શુભાશય સાથે મંગળવરી હાટ બજારનું ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. મંગળવાળી હાટ બજારનો પ્રારંભ થતા ગામના ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો મોટી સંખ્યામાં હાટ બજારમાં જીવન જરૂરિયાત તેમજ ઘર વખરી નો સામાન લેવા ઉમટી રહ્યા છે. મંગળવારી હાટ બજાર ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશિર્વાદરૂપ સાબિત થઇ રહ્યું છે. હાટ બજારના સફળ આયોજન માટે પંચાયતના સરપંચ વસાવા મંગુભાઇ છોટુભાઈ, ડે. સરપંચ સફવાન ભૂતા, સદસ્યો તેમજ આગેવાનોને શ્રેય મળી રહ્યો છે. હાટ બજારના નવતર આયોજન માટે ઉપસરપંચ સફવાન ભૂતાની ચાવીરૂપ ભૂમિકા રહી છે. હાટ બજાર દર મંગળવારે નિયમિત ખુલ્લુ રહેશે એવું ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યુ છે…*****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)