આમોદ નગરમાં જીલ્લા પંચાયત હસ્તકના મલ્લા તળાવથી ડો.બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધીના આર.સી.સી.રોડનું ખાતમુહૂર્ત કરાયું.
આમોદ નગરમાં જીલ્લા પંચાયત હસ્તકના મલ્લા તળાવથી ડો.બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધીના આર.સી.સી.રોડનું ખાતમુહૂર્ત કરાયું.
આમોદમાં સર્વોદય સોસાયટી પાસેથી પસાર થતા જીલ્લા પંચાયત હસ્તકના રોડનું આજ રોજ ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.
ભરૂચ જીલ્લા પંચાયત દ્વારા ૭૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.રૂપિયા ૭૦ લાખના ખર્ચે તૈયાર થનારા આર.સી.સી.રોડ થી આસપાસના લોકોની સુવિધામાં વધારો થશે. તેમજ વાહનચાલકોની સુવિધામાં પણ વધારો થશે.જે રોડ ઉપરથી આમોદ,જંબુસર તેમજ કરજણ તરફ સરળતાથી જઈ શકાશે.ખાતમુહૂર્ત પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ,મહામંત્રી હિતેશ પટેલ,આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી,મહામંત્રી ભાવિક પટેલ આમોદ પાલિકાના નગરસેવકો તેમજ તાલુકાના હોદેદારો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.ધારાસભ્ય ડી કે.સ્વામીએ વહેલી તકે રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી કામના વ્યક્ત કરી હતી.અને જીલ્લા પંચાયતના પ્રમુખ સહિત રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
બાઈટ: ડી.કે.સ્વામી – ધારાસભ્ય