Uncategorized

વાગરા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો, જાનૈયા ભરેલી ખાનગી લક્ઝરી બસ પલ્ટી જતા મુસાફરોમાં અફરાતફરી મચી

 

 

વાગરા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો, જાનૈયા ભરેલી ખાનગી લક્ઝરી બસ પલ્ટી જતા મુસાફરોમાં અફરાતફરી મચી

 

વાગરા,તા.૫

 

વાગરાથી જાનૈયાઓને લઈને ભરૂચ તરફ જતી ખાનગી લક્ઝરી બસ ખાન તળાવ નજીક પલ્ટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ ઘટનાને પગલે માર્ગ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.કાબૂ છૂટી જતાં બસ રોડની સાઈડમાં ઊતરી ગઈ હતી અને બે થી ત્રણ વાર પલ્ટી મારી હતી.જાનૈયાઓને લઈને જઈ રહેલ બસ પલટી જતા મુસાફરો ગભરાઈ જવા સાથે ચીસાચીસ મચી ગઈ હતી.અકસ્માતની જાણ થતા જ વાગરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.આ સાથે નજીકના સ્થાનિક લોકો પણ મદદ માટે તુરંત પહોંચી ગયા હતા.પોલીસ અને સ્થાનિકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.અકસ્માતને કારણે મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ લખાઈ રહ્યુ છે ત્યાં સુધી કોઈ જાનહાનીના એહવાલ સામે આવ્યા નથી.

 

 

,વાગરા.,*****(*માંચ મોહસીન કારા રિપોર્ટર **)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button