કચ્છ : દયાપર : તા-4 લખપત તાલુકામાં આવેલા દોલતપર સ્વામિનારાયણ મંદિરમાં ધામ-ધુમથી તુલસી વિવાહ ઉજવામાં આવ્યા હતા તેમજ સૌ પ્રથમ સવારે માંડવા રોપણ તેમજ સાંજે લાલજી મહારાજનો વાજતે-વાજતે ફુલીકો કાઢવામાં આવ્યો
કચ્છ : દયાપર : તા-4 લખપત તાલુકામાં આવેલા દોલતપર સ્વામિનારાયણ મંદિરમાં ધામ-ધુમથી તુલસી વિવાહ ઉજવામાં આવ્યા હતા તેમજ સૌ પ્રથમ સવારે માંડવા રોપણ તેમજ સાંજે લાલજી મહારાજનો વાજતે-વાજતે ફુલીકો કાઢવામાં આવ્યો હતો તેમજ મારેરામાં લગ્ન વિધિ કરવામાં આવી હતી તેમજ તુલસી માતાના મુખ્ય યજમાન ભરતભાઈ ધનજી સાંખલા પરીવાર રહ્યા હતા તેમજ લાલજી મહારાજના મુખ્ય યજમાન રમેશભાઈ દેવજી ચવાણ પરીવાર રહ્યા હતા તેમજ દિપાબેન ઘોઘારીએ પત્રકાર સાથે વાત-ચીતમાં જણાવ્યું હતું કે દોલતપર સત્સંગ સમાજ દ્રારા છેલ્લા 46 વર્ષથી તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવે છે.તેમજ આ વર્ષે પણ તુલસી વિવાહ ધામ-ધુમથી ઉજવામાં આવ્યા હતા દોલતપર સ્વામિનારાયણ મંદિરના સાંખ્ય યોગી બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ દોલતપર સ્વામિનારાયણ મંદિરના મહંત વાલબાઈ ફઈ કમળા ફઈ કસ્તુર ફઈ તેમજ મોટી સંખ્યામાં હરિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ગોવિંદભાઈ ઘોઘારી કાંતિભાઈ પોકાર તેમજ કર્મયોગી બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ નરનારાયણ દેવ યુવક મંડળરે જેહમઠ ઉઠાવી હતી (તસ્વીર : દર્શન સોની દયાપર )રીપોર્ટર : દર્શન સોની દયાપર