Uncategorized
વડોદરા પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓને મળવા ગયેલા શખ્સે પોતે CBIના અધિકારી હોવાની ઓળખ આપી, જોકે પોલીસ અધિકારીઓને તેની વર્તણૂક અને ઓળખ પર શંકા જતા, તેમણે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી.
વડોદરા પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓને મળવા ગયેલા શખ્સે પોતે CBIના અધિકારી હોવાની ઓળખ આપી, જોકે પોલીસ અધિકારીઓને તેની વર્તણૂક અને ઓળખ પર શંકા જતા, તેમણે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી.
તપાસના અંતે વ્યક્તિની સચ્ચાઈ સામે આવી. CBI અધિકારી તરીકે ઓળખ આપનાર શખ્સનું નામ ઘનશ્યામ ભાણજી સંઘાણી છે, જે વ્યવસાયે કડિયા કામ કરે છે. પોલીસની ઝીણવટભરી તપાસમાં તેના બોગસ દસ્તાવેજો મળી આવ્યા હતા. પોલીસે આરોપી ઘનશ્યામ સંઘાણી પાસેથી દિલ્હી CBIના નકલી ઓળખ કાર્ડ્સ ઉપરાંત, પત્રકારત્વના બોગસ કાર્ડ્સ પણ જપ્ત કર્યા છે. તેની પાસેથી CBI પ્રેસ, CID ટ્રસ્ટ, TNP ન્યૂઝ અને દિલ્હી ક્રાઈમ જેવી સંસ્થાઓના આઈ કાર્ડ્સ મળી આવ્યા છે. રાવપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર પ્રતીક પટેલ