Uncategorized

વય મર્યાદાને કારણે નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં બે શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો, સ્કૂલના પ્રમુખ ઉપપ્રમુખે શાલ ઓઢાડી વિદાય આપી

 

 

*વય મર્યાદાને કારણે નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં બે શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો, સ્કૂલના પ્રમુખ ઉપપ્રમુખે શાલ ઓઢાડી વિદાય આપી.*

ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત ધી નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં વય મર્યાદા ને કારણે સ્ટાફગણ માંથી બે શિક્ષકો નિવૃત્ત થતા હોવાથી બંને શિક્ષકોને વિદાયમાંન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શિક્ષક ચતી નશીબુલગની અને કોઠારી વિનોદભાઈ વયમર્યાદા ને કારણે નિવૃત્ત થતા શાળાના પ્રાર્થના હોલ ખાતે વિદાય સમારંભ યોજાયો હતો. શાળા કમિટીના પ્રમુખ, ઉપપ્રમુખ અને પૂર્વ પ્રમુખે બંને શિક્ષકોને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માનપત્ર એનાયત કરાયા હતા. શાળાના પ્રિન્સિપલ મેહબુબભાઈએ બંને શિક્ષકો ના કાર્યકારનો ચિતાર રજૂ કર્યો હતો. અંતમાં બંને શિક્ષકોએ આ સન્માન બદલ શાળા પરિવાર અને કમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો.,, ****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button