ગોધરા રમત ગમત સંકુલ ખાતે રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ

ગોધરા રમત ગમત સંકુલ ખાતે રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ
રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર સપોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારી શ્રી પંચમહાલ ગોધરા સંચાલિત 69 મી અખિલ ભારતીય શાળાકીય (SGFI) રાજ્યકક્ષા અંડર 17 ભાઈઓ ની ચેસ સ્પર્ધા પંચમહાલ જિલ્લા ના ગોધરા રમત ગમત સંકુલ માં યોજવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભા ના સાંસદ ડૉ જસવંતસિંહ પરમાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓ ને રમત વિશે માહિતગાર કરી ખેલાડીઓ નું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને જેમાં ગુજરાત ના અલગ અલગ જિલ્લા ના વિજેતા ખેલાડીઓ એ ભાગ લીધો હતો આ સ્પર્ધા માં જિલ્લા રમત ગમત અધિકારી શ્રી મયુરી બેન ગોહિલ મેડમ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો આ સ્પર્ધા માં ખેલાડીઓ તથા કોચ મેનેજર તથા વાલીઓ ને રહેવાની તથા જમવાની ઉત્તમ સગવડ જિલ્લા રમત ગમત અધિકારી મેડમ એ વ્યવસ્થા પૂરી પાડી તથા વ્યાયામ શિક્ષકો તો પણ ઉત્તમ કામગીરી જોવા મળી છે જેથી જિલ્લા રમત ગમત અધિકારી શ્રી એ વ્યાયામ શીક્ષકો નો આભાર વ્યક્ત કર્યો તથા ખેલાડીઓ ને તમામ સુવિધાઓ પૂરી પાડવા તથા વ્યવસ્થા સારી પૂરી પાડવાથી ખેલાડીઓ તથા વાલીઓ જિલ્લા રમત ગમત અધિકારી શ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો
પાટવી ગુજરાતી ન્યૂઝ
મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીનભાઈ