પ્રાથમિક શાળા, કહાનવાડી ખાતે શેઠ ફુલચંદ શિવચંદ સરકારી આયુર્વેદ હોસ્પિટલ,આંકલાવ દ્વારા


પ્રાથમિક શાળા, કહાનવાડી ખાતે શેઠ ફુલચંદ શિવચંદ સરકારી આયુર્વેદ હોસ્પિટલ,આંકલાવ દ્વારા
૧૦ મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નિમિતે આયુષ મેગા કેમ્પ કરવામાં આવેલ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષનીકચેરી, ગાંધીનગર નિર્દેશિત શેઠ ફુલચંદ શિવચંદ સરકારી આયુર્વેદ હોસ્પિટલ,આંકલાવ દ્વારા “૧૦ મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તથા પોષણ માસ-૨૦૨૫ની ઉવજણી” અંતર્ગત તા.૨૧.૦૯.૨૦૨૫ના રોજ પ્રાથમિક શાળા, કહાનવાડી તા.આંકલાવ જી.આણંદ ખાતે “આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ” થીમ પર સવારે ૮.૩૦ થી બપોરે ૧૨.૩૦ કલાક દરમ્યાન આયુષ મેગા કેમ્પ કરવામાં આવેલ. આયુષ મેગા કેમ્પમાં જીલ્લા પંચાયત સદસ્યશ્રી ગુલાબસિંહ પઢિયાર, ગ્રામ પંચાયત કહાનવાડીના સરપંચશ્રી રવિભાઇ પઢિયાર, અને દુધ ઉત્પાદક સહકારી મં.લી.કહાનવાડીના સદસ્યશ્રીઓ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહેલ.
આયુષ મેગા કેમ્પમાં વિવિધ આરોગ્ય લક્ષી કાર્યક્રમો જેવા કે, આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ, બી.પી./ડાયાબીટીસ ચેક અપ, ઘર આંગણાની વનસ્પતિઓનું પ્રદર્શન, રસોડાની ઔષધિઓનું પ્રદર્શન, દિન ચર્યા-ઋતુ ચર્યાનું પ્રદર્શન, હોમિયોપેથી મુળભૂત સિધ્ધાંતોનું પ્રદર્શન સાંકળી લેવામાં આવેલ. આયુષ મેગા કેમ્પમાં કુલ-૧૦૭૮ જેટલા લાભાર્થીઓએ વિવિધ કાર્યક્રમોનો લાભ લીધો. આ કેમ્પને સફળ બનાવવા શેઠ ફુલચંદ શિવચંદ સરકારી આયુર્વેદ હોસ્પિટલના વૈદ્ય દર્શનકુમાર કે. પરમાર તથા મેડીકલ ઓફીસર વેદ્ય ધવલ ડી. સોજીત્રા, ડો.નિલમ એમ. ડીંડોડ તેમજ હોસ્પિટલના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.