આંકલાવ શહેર માં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો

આંકલાવ શહેર માં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો
સેવા પખવાડિયા અંતર્ગત ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના ૭૫માં જન્મદિનની ઉજવણી ના ભાગરૂપે આંકલાવ શહેર ભાજપ પરિવાર દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ અને વૃક્ષારોપણ નું આયોજન લંકેશ્વર હનુમાનજી મંદિર, સરકારી દવાખાના નજીક કરવામાં આવ્યું. જેમાં ડૉ શ્રી બીરેનભાઈ જોશી અને ડૉ શ્રી રાજુભાઇ વૈદ દ્વારા દર્દીઓ નો તપાસ કરી જરૂરી દવાઓ નિઃશુક્લ આપવામાં આવી. આંકલાવ શહેર ભાજપ પ્રમુખશ્રી મિહિરભાઈ શાહ, આંકલાવ નગરપાલિકા પૂર્વ પ્રમુખશ્રી સંતોલભાઈ(શંભુભાઈ)પટેલ અને શ્રી પરેશભાઈ પટેલ, મહામંત્રીશ્રી સંજયભાઈ પટેલ અને શ્રી બકુલસિંહ રાજપૂત, મંત્રીશ્રી સંદીપભાઈ શાહ અને શ્રી ઊર્મિલાબેન પંચાલ, સ્વામીવિવેકાનંદ યુવકબોર્ડ ના સંયોજકશ્રી ભાવિકભાઈ પટેલ અને શ્રી વનરાજભાઈ ઠાકોર, અમિતાબેન શાહ, રાશિકાબેન પટેલ, અજયભાઈ પટેલ તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા.