Uncategorized
વસો: ઠગ બાપ બેટાની ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવાના નામે સાત વ્યક્તિ સાથે રૂા.૫૬ લાખની છેતરપિંડી
વસો: ઠગ બાપ બેટાની ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવાના નામે સાત વ્યક્તિ સાથે રૂા.૫૬ લાખની છેતરપિંડી
વસો વિસ્તારમાં ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝાની લાલચ આપીને બાપ-દીકરાની ટોળકીએ 6 વ્યક્તિ પાસેથી રૂ. 56 લાખ પડાવ્યા હતા.
આ મામલે 29/07/2025ના રોજ વસો પોલીસ સ્ટેશનમાં ભાવિક રશ્મિકાંત વ્યાસ અને તેના પિતા રશ્મિકાંત વ્યાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
બંને આરોપી ફરિયાદ પછીથી નાસતા ફરતા હતા.
આજે એલસીબી તથા વસો પોલીસે સંયુક્ત કામગીરી કરીને રશ્મિકાંત વ્યાસની ધરપકડ કરી છે.
હાલ ભાવિક રશ્મિકાંત વ્યાસને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.