રાપર તાલુકાના કારુડા વાડી વિસ્તાર રાજબાઇ માતાજી મંદિર ખાતે 03/09/2025ના રોજ મેળા દરમિયાન થયેલી હત્યાના કેસમાં રાપર પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી.
*રાપર મેળામાં થયેલી હત્યાના ત્રણેય આરોપીઓ રાપર પોલીસે કલાકોમાં ઝડપી પાડ્યા*
રાપર તાલુકાના કારુડા વાડી વિસ્તાર રાજબાઇ માતાજી મંદિર ખાતે 03/09/2025ના રોજ મેળા દરમિયાન થયેલી હત્યાના કેસમાં રાપર પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. મૃતક નરેશ સામા કોલી (રહે. મોમાઇવાંઢ, રાપર)ની હત્યા તેના આરોપીઓની ભત્રીજી સાથેના પ્રેમસંબંધના શક વહેમને કારણે કરવામાં આવી હતી. આરોપીઓએ મેળા દરમિયાન ગળા અને પેટના ભાગે છરીના ઘા મારી તેને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. મે. પોલીસ મહા નિરીક્ષકશ્રી ચીરાગ કોરડિયા (બોર્ડર રેન્જ ભુજ), મે. પોલીસ અધીક્ષકશ્રી સાગર બાગમાર (પૂર્વ કચ્છ ગાંધીધામ) તથા નાયબ પોલીસ અધીક્ષકશ્રી સાગર સાંબડા (ભચાઉ વિભાગ)ના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.બી. બુબડીયાની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રીઓ તથા સ્ટાફની ટીમો બનાવી, હ્યુમન સોર્સીસ, ટેકનીકલ સર્વેલન્સ અને મોબાઇલ લોકેશનના આધારે મોમાઇમોરા તથા ઉમૈયા ગામ વિસ્તારમાં કોર્ડન કરી ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા. પકડાયેલા આરોપીઓમાં નવીન મોહનભાઇ પરમાર (ઉંમર: 23 વર્ષ), કાંતીભાઇ મોહનભાઇ પરમાર (ઉંમર: 33 વર્ષ) તથા ભીખાભાઇ સવાભાઇ પરમાર (ઉંમર: 24 વર્ષ), ત્રણે રહે. ઉમૈયા, રાપર છે. આ કાર્યવાહીથી રાપર પોલીસે ફરી એક વખત ગંભીર શરીર સંબંધિત ગુનાઓમાં તાત્કાલિક કાર્યવાહી અને કાર્યક્ષમતા દર્શાવી છે.