જંબુસર ખીચોખીચ ભરીને આવતી બસોથી આમોદના મુસાફરો રઝળી પડ્યા.
જંબુસર ખીચોખીચ ભરીને આવતી બસોથી આમોદના મુસાફરો રઝળી પડ્યા.
મુસાફરો તેમજ વિદ્યાર્થીઓએ બસો રોકી હોબાળો મચાવ્યો.
જંબુસારથી ભરૂચ તરફ જતી બસો ખીચોખીચ ભરીને આવતા આમોદ ના મુસાફરો તેમજ વેપારીઓ નોકરિયાતો અને વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા જેથી આમોદ આવેલી બસને રોકાવી દેતા વેપારીઓ, મુસાફરો નોકરિયાતો અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.
જંબુસર થી ભરૂચ જતી બસો ખીચોખીચ ભરાઈને આવતા આમોદના મુસાફરોને ઊભા ઊભા મુસાફરી કરવાની નોબત આવે છે. જેને લઈને આજ રોજ ભરૂચ જતાં નોકરીયાતો તેમજ વિદ્યાર્થીઓએ તંત્ર વિરુદ્ધ બસ રોકી હોબાળો મચાવ્યો હતો.ઢાઢર નદીનાં જર્જરીત બ્રીજને પગલે તંત્ર દ્વારા મોટા અને ભારદારી વાહનો ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.જેને જેથી મુસાફરીને પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો.ત્યારે આમોદ – જંબુસરનાં ધારાસભ્ય ડી.કે.સ્વામીએ વિદ્યાર્થી અને મુસાફરોને અગવડ ના પડે માટે નવી ચાર બસો જંબુસર ડેપોને લોકાર્પણ કર્યું હતું.પરતું જંબુસર ડેપો દ્રારા જંબુસર થી ભરૂચ જતાં વિદ્યાર્થીઓ તથા મુસાફરો માટે કોઈ નવી બસ નાં મૂકાતાં આમોદનાં નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો.******(**માંચ મોહસીન કારા રિપોર્ટર**)