Uncategorized
બોરીઆવી રામદેવજી મંદિર માં નોમ ના નેજાના વરઘોડામાં શ્રધ્ધાળુઓ ઉમટયા


*બોરીઆવી રામદેવજી મંદિર માં નોમ ના નેજાના વરઘોડામાં શ્રધ્ધાળુઓ ઉમટયા*
બોરીઆવી ના પ્રખ્યાત રામદેવજી મંદિર દર વર્ષે ની માફક આ વર્ષે પણ ભાદરવા સુદ – ૯ નો વરઘોડો સવારે ૯ – કલાકે રામદેવજી ના પાટણના આંગણે થી નીકળી શ્રી વિનુભાઈ જશભાઈ પટેલ ત્યાં નેજા ની પૂજા અર્ચના કરવામાં આવી હતી. બગી, બેન્ડ વાજા સાથે રામદેવપીર ની સાહી સવારી નીકળી હતી. ગામના સર્વે ભાવિ ભક્તો એ દશૅન નો લાહો લીધો જેમાં બપોરે ૧૨ કલાકે વરઘોડો પરત ફરી રામદેવજી મંદિર ના શિખરે અસંખ્ય નેજા ચઢાવવામાં આવ્યા હતા..ત્યાર બાદ સર્વે ભાવિ ભક્તો એ મહા પ્રસાદ
(ભોજન) લાભ લીધો હતો. મહાપ્રસાદ ના દાતા વિપુલભાઈ ગોપાલભાઈ સેવક દ્વારા રાખવામાં આવેલ છે.. નોમ ના દિવસે સામુહિક પાઠ પુરવામાં આવેછે. રામદેવપીરની જ્યોતના દર્શન લાભ ભાવિ ભક્તો લઈ આનંદ
અનુભવે છે.