એમ. એમ. હાઈસ્કૂલની પહેલથી ઈખરમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અન્વયે એકતાનો મહાસંગમ: દેશભક્તિ, સ્વચ્છતા અને સેવાનો ત્રિવેણી સંગમ…


એમ. એમ. હાઈસ્કૂલની પહેલથી ઈખરમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અન્વયે એકતાનો મહાસંગમ: દેશભક્તિ, સ્વચ્છતા અને સેવાનો ત્રિવેણી સંગમ…
ભારતના ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આમોદના ઈખર ગામે સંસ્થાકીય એકતા અને સામૂહિક શક્તિનું એક અદ્ભુત દ્રશ્ય સર્જાયા હતા. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે ગામની તમામ મુખ્ય સંસ્થાઓને એક મંચ પર લાવવાનો શ્રેય શાળા સંચાલક મંડળના સભ્ય અને સમાજ સેવક શ્રી ઈલ્યાસ આદમ મરજાને જાય છે. તેમના જ પ્રયાસોથી મરિયમબેન મેમોરિયલ હાઈસ્કૂલની પ્રેરણાદાયી પહેલ હેઠળ, ઈખર પ્રાથમિક કુમાર-કન્યા શાળા, ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ સાથે મળીને ગામમાં દેશભક્તિ, સ્વચ્છતા અને સેવાનો જીવંત ત્રિવેણી સંગમ રચ્યો.ઉપરાંત શાળાના આચાર્ય એમ. એ. પટેલના માર્ગદર્શન અને પ્રોત્સાહને કાર્યક્રમમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો…
આ ઐતિહાસિક એકતાનું કેન્દ્રબિંદુ એમ. એમ. હાઈસ્કૂલનું NSS યુનિટ રહ્યું, જેનું કુશળ સંચાલન પ્રોગ્રામ ઓફિસર શ્રી મુસ્તકીમ બોડા અને શિક્ષકશ્રી અબ્દુલગફુર બક્ષમાસ્ટર દ્વારા કરવામાં આવ્યું. . ‘હર ઘર તિરંગા’ યાત્રામાં જ્યારે તમામ સંસ્થાઓના સભ્યો અને વિદ્યાર્થીઓ એક સાથે તિરંગો લઈ નીકળ્યા, ત્યારે તે માત્ર એક રેલી નહીં, પણ ઈખરની એકતાનો જયઘોષ બની ગઈ હતી…
:- ..ભરૂચ…*****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)