Uncategorized
આણંદ જિલ્લા આંકલાવ નગર માં તારીખ 11/ 8/ 2025 ના રોજ હર ઘર તિરંગા કાર્યક્રમ

આણંદ જિલ્લા આંકલાવ નગર માં તારીખ 11/ 8/ 2025 ના રોજ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત રેલી અને સ્વચ્છતા અભિયાન આંકલાવ નગરપાલિકા, આંકલાવ પોલીસ સ્ટેશન, સ્ટાફ GEB આંકલાવ સ્ટાફ,CHC સ્ટાફ, હોમગાર્ડ યુનિટ આંકલાવ શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ અને માધ્યમિક કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ, આંકલાવ હાઇસ્કુલ આંકલાવ શાળા પરિવાર દ્વારા તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજાયો તેમજ ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં માનનીય મામલતદાર સાહેબશ્રી દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત રેલીનું પ્રસ્થાન કરાવી અંદાજિત 450 વિદ્યાર્થીઓ અને 100 થી વધુ આમંત્રિત મહેમાનો રેલીમાં જોડાયા હતા . પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર પ્રતિક પટેલ