બોરસદ બ્લડ ડોનેટ ગ્રૂપ દ્વારા આંઠમી વર્ષગાંઠ નિમિતે ૧૫ મા મેગા બ્લડ ડોનેશન અને મેડિકલ કેમ્પનું આયોજન
*બોરસદ બ્લડ ડોનેટ ગ્રૂપ દ્વારા આંઠમી વર્ષગાંઠ નિમિતે ૧૫ મા મેગા બ્લડ ડોનેશન અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાઆવ્યુ*. તા-૧૦/૮/૨૦૨૫ ને રવિવારે બોરસદ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો અને મેડિકલ કઇન્દુ બ્લડ બેંક આણંદના સહયોગ થી આ કેમ્પ માં ૭૨ યુનિટ રક્તદાન થયું.તથા શ્રદ્ધા હોસ્પિટલ બોરસદ ના સહયોગથી રોગ નિદાન કેમ્પ માં ૩૭૫ દર્દીઓએ લાભ લીધો.૧૫૦ દર્દીઓએ થાયરોઇડ માટે ફ્રી તપાસ કરાવી.આ કેમ્પમાં મહાનુભવ તરીકે જુમ્મા મસ્જિદ બોરસદ ના ઇમામ સૈયદ જાકીરહુશેન બાપુ,નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાન સભા શ્રી રમણભાઇ સોલંકી,ઉમ્મીદ ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ, ચિસ્તીયા ફાઉન્ડેશન નડિયાદ, હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ બાલાસિનોર,ખિદમત કમિટી વડોદરા,અલ રહેમાન બ્લડ ગ્રુપ વડોદરા.ભાલેજ બ્લડ ડોનેશન ગ્રુપ, ધ પાવર ઑફ યુનિટી ગ્રુપ ઉમરેઠ. અલ કુરેશ ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ ૧૨ ગામ સમાજ,ઈબીડી ગ્રુપ ગુજરાત, એકતા સદભાવના ફાઉન્ડેશન,શૈખૂલ ઇસ્લામ ટ્રસ્ટ,વાવડી મોહલ્લા યંગ સર્કલ,મોઇનઉદ્દીન યુવા ફાઉન્ડેશન,મક્કા ખિદમત ગ્રુપ અલ મિસબાહ ચેરિટેબલ ટ્રસ્ટ,મમતા હોસ્પિટલ,શ્રદ્ધા હોસ્પિટલ બોરસદનું સન્માન કરવા માં આવ્યુ.મેગા બ્લડ ડોનેશન કેમ્પના સ્પોન્સર મમતા હોસ્પીટલ બોરસદ.ના ડો.ઇકબાલ ટીંટોઈયાનું સોહેલ મસાલાવાલા અને તેમની ટીમ દ્વારા અભિવાદન કરી આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર -મંહમદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર