અપહરણ/પોક્સોના ગુન્હામાં સંડોવાયેલ છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી ભોગ બનનાર બહેનને શોધી કાઢતી સાગટાળા પોલીસ.
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.
અપહરણ/પોક્સોના ગુન્હામાં સંડોવાયેલ છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી ભોગ બનનાર બહેનને શોધી કાઢતી સાગટાળા પોલીસ મહે.પોલીસ મહાનિરીક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓ તરફથી શરીર સબંધી ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા સુચના કરેલ,જે અનુંસંધાને પોલીસ અધિક્ષક શ્રી ડૉ.રાજદીપસિંહ ઝાલા સાહેબનાઓએ જીલ્લાના તથા જીલ્લા બહારના શરીર સબંધી ગુન્હાઓમાં સંડોવાયેલ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા ટીમો બનાવી વ્યુહાત્મક રીતે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, જે અનુસંધાને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.ડી.રાઠોડ સાહેબ લીમખેડા વિભાગનાઓએ નાસતા-ફરતા આરોપી ઓ વિશે માહીતી મેળવી તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી કામગીરી કરવા સુચના અને જરૂરી માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને સાગટાળા પો.સ્ટે પોલીસ ઇન્સપેક્ટર જી.બી.પરમાર નાઓએ સાગટાળા પો.સ્ટે. ખાતે દાખલ થયેલ અપહરણ/પોક્સોના ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગ બનનાર બહેનને શોધી કાઢવા માટે અલગ-અલગ ટીમો બનાવી આરોપી ઝડપી પાડવા જરૂરી સુચના કરેલ હોય જે આધારે નીચે મુજબના ગુન્હાના કામે હ્યુમન સોર્સિસ તથા ટેકનીકલ સોર્સિસ આધારે અવાર-નવાર માહીતી મેળવી તપાસ કરતા આ કામના આરોપી તથા ભોગબનનાર ઘરે આવેલ હોવાની મળેલ માહીતી આધારે ગુંદી ગામેથી આરોપીને ઝડપી પાડી ભોગ બનનાર બહેન પણ તેની સાથે હોય તેનો કબજો મેળવી લઇ અત્રેના પો.સ્ટે.લાવી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
ગુ.ર.નં/કલમ:-સાગટાળા પો.સ્ટે.પાર્ટ એ.ગુ.ર.નં-૦૮૫૧/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૮૭,૧૩૭(૨) મુજબ.
આરોપીનુ નામ:-(૧) દિલીપભાઇ મંગાભાઇ જાતે.બારીઆ રહે.ગુંદી,જુના ફળીયુ
તા.ઘોઘંબા જી.પંચમહાલ
કામગીરી કરનાર અધિ/કર્મચારી:
(૧) શ્રી જી.બી.પરમાર પોલીસ ઇન્સપેક્ટર
(૨) શ્રી પ્રકાશભાઇ બંદરભાઇ એ.એસ.આઇ બ.નંઽ૮૫
(૩) શ્રી સંજયભાઇ દલપતભાઇ એ.એસ.આઇ બ.નં.૧૦૬૮
(૪) શ્રી શૈલેષભાઇ ભેમાભાઇ અ.હે.કો બ.નં.૧૨૧૭
(૫) શ્રી ચુનીલાલ માલાભાઇ અ.પો.કો બ.નં.૧૧૮૯
(૬) શ્રી વિજયભાઇ વાઘાભાઇ અ.પો.કો બ.નં.૧૪૪૮
(૭) શ્રી જીજ્ઞેશભાઇ રમેશભાઇ આ.પો.કો બ.નં.૫૫
(૮) શ્રી પલ્લુભાઇ ધુળાભાઇ અ.પો.કો બ.નં.૧૧૩૧
આમ, સાગટાળા પોલીસને અપહરણ/પોક્સોના ગુન્હામાં સંડોવાયેલ છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી ભોગ બનનાર બહેનને શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.