Uncategorized

માંડવ ગામેથી ઇકો ગાડીમાં હેરાફેરી કરાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ પ્લાસ્ટીકની ૧૮૦ મી.લીની કુલ બોટલો નંગ-૧૫૦૦ ની કિ.રૂ.૩,૧૬,૫૦૦/-નો પ્રોહી મુદ્દામાલ સાથે બે વાહનો તથા ત્રણ મોબાઇલ મળી કુલ કિ.રૂ.૮,૩૧,૫૦૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી સાગટાળા પોલીસ.

દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.

 

માંડવ ગામેથી ઇકો ગાડીમાં હેરાફેરી કરાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ પ્લાસ્ટીકની ૧૮૦ મી.લીની કુલ બોટલો નંગ-૧૫૦૦ ની કિ.રૂ.૩,૧૬,૫૦૦/-નો પ્રોહી મુદ્દામાલ સાથે બે વાહનો તથા ત્રણ મોબાઇલ મળી કુલ કિ.રૂ.૮,૩૧,૫૦૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી સાગટાળા પોલીસ

 

પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓએ પ્રોહી તથા જુગારની બદીને સંદતર નાબૂદ કરવા આંતરીયાળ રસ્તાઓ ઉપર વોચ પેટ્રોલીંગ રાખી પ્રોહીની બદી સદંતર નાબુદ કરવા સુચના કરેલ. જે અનુંસંધાને દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.રાજદીપસિંહ ઝાલા સાહેબ નાઓએ પ્રોહી લીસ્ટેડ બુટલેગરો તેમજ પ્રોહીની ગે.કા.રીતેની પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો ઉપર જરૂરી વોચ તપાસ રાખી પ્રોહી તેમજ જુગારના ગણનાપાત્ર કેશો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.ડી.રાઠોડ લીમખેડા વિભાગનાઓએ આવી ગે.કા.રીતેની પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ રાખી કેશો કરવા માટે જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ.

 

જે અનુસંધાને સાગટાળા પો.સ્ટે.પો.ઇન્સ.જી.બી.પરમાર નાઓએ આ બાબતે અત્રેના પો.સ્ટે.ના પો.સબ ઇન્સ ડી.એસ.લાડ અને એસ.ડી.સરવૈયા તથા તમામ બીટ/આ.પો ઇન્ચાર્જ તથા સર્વેલન્સ સ્કોડ નાઓને વધુમાં વધુ પેટ્રોલીંગમાં રહી પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા જરૂરી સુચનાઓ કરેલ હોય જે આધારે સ્ટાફના માણસો સાથે બે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ મહેન્દ્રકુમાર અરવિંદસિંહ બ.નં.૧૦૭૪ નાઓને ચોક્કસ માહીતી મળેલ કે,એક સફેદ કલરની ઇક્કો ગાડી નંબર-GJ.06.PJ.1559 નો ચાલક ડ્રાઇવર તેના કબજાની ઇક્કો ગાડીમાં મોટા પ્રમાણમા વિદેશી દારૂ ભરાવી લઇ ફાંગીયા, થઇ ડભવા ગામ થઇ પંચમહાલ તરફ જનાર છે અને તેની આગળ બીજી એક સફેદ કલરની ઇક્કો ગાડી નંબર-GJ.16. DG.8454 મા બે ઇસમો બેસેલ છે જે દારૂ ભરેલ ઇક્કો ગાડીનું પાયલોટીંગ કરી આવી રહેલ છે જે પાયલોટીંગમા રહેલ ઇક્કો ગાડીના આગળ તેમજ પાછળના ભાગે અંગ્રેજીમા મોટા અક્ષરથી “જય જલારામ” લખેલ છે. જે બાતમી હકીકતવાળી ગાડીઓની વોચમાં રહેતા ઉપરોક્ત બંને ગાડીઓ આવતી જણાતા બંને ગાડીઓને કોર્ડન કરી પકડી પાડેલ અને તે પૈકી સફેદ કલરની ઇક્કો ગાડી નંબર- GJ.06.PJ.1559 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કીના ૧૮૦ મીલી.ના પ્લાસ્ટીકના ક્વાટર નંગ-૧૫૦૦ કુલ કિ.રૂ.૩,૧૬,૫૦૦/- નો પ્રોહી મુદ્દામાલ સાથે ગાડીના ચાલક ડ્રાઇવર તથા પાયલોટીંગમા રહેલ ઇક્કો ગાડી નંબર-GJ.16. DG.8454 મા રહેલ બે આરોપી મળી કુલ ત્રણ આરોપીઓને સ્થળ પરથી પકડી પાડી અન્ય એક આરોપી મળી કુલ-૪ આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

 

ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ:-

 

(૧) ગોવિંદભાઇ બળવંતભાઈ જાતે બારીઆ ઉ.વ.૨૯ રહે ચાઠા લવાર ફળીયા તા. ઘોઘંબા જી.પંચમહાલ-પકડાયેલ

 

(૨) રમેશભાઇ કાપસીંગભાઇ જાતે બારીઆ રહે ચાઠી તા. ઘોઘંબા જી.પંચમહાલ-વોન્ટેડ

 

(૩) પ્રીતેષભાઇ વિનોદભાઈ જાતે પરમાર ઉ.વ.૨૫ રહે મોટીમંગોઇ આંકલવા ફળીયા તા.દેવ બારીઆ જી.દાહોદ- પકડાયેલ

 

(૪) કેતનભાઇ પારસીંગભાઇ જાતે રાઠવા ઉ.વ.૧૯ રહે કુંભાણી સીમોડી ફળીયા તા જી છોટાઉદેપુર- પકડાયેલ

 

ગુન્હાના કામે કબજે લીધેલ મદ્દામાલ :- ભારતીય બનાવટના છુટા વિદેશી દારૂના ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ

 

વ્હીસ્કીના ૧૮૦ મીલી ના પ્લાસ્ટીકના ક્વાટર નંગ-૧૫૦૦ જે એક પ્લાસ્ટકીના ક્વાટરની સરકારશ્રીના ભાવપત્રક મુજબ કિ.રૂ.૨૧૧/- લેખે કુલ કિ.રૂ.૩,૧૬,૫૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં ઉપયોગમા લીધેલ ઇક્કો ગાડી નંબર-GJ.06.PJ.1559 ની કિ.રૂ.૨.૫૦,૦૦૦/- તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરી દરમ્યાન પાયલોટીંગમા ઉપયોગમા લીધેલ ઇક્કો ગાડી નંબર-GJ.16.DG.8454 ની કિ.રૂ. ૨,૫૦, ૦૦૦/- તથા ત્રણેય આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૩ ની કિ.રૂ.૧૫,૦૦૦/-તથા આર.સી.બુકની નકલ, તથા ડ્રાઇવીંગ લાઇસન્સની નકલની કિ.રૂ.૦૦/મળી કુલ કિ રૂ ૮.૩૧,૫૦૦/- નો મુદ્દામાલ

 

ગણી શકાય

 

કામગીરી કરનાર અધિ/કર્મચારી:

 

(૧) શ્રી જી.બી.પરમાર પો.ઇન્સ.

 

(૨) શ્રી ડી.એસ.લાડ પો.સ.ઇ.

 

(૩) શ્રી એસ.ડી.સરવૈયા પો.સ.ઇ.

 

(૪) એ.એસ.આઇ મહેન્દ્રકુમાર અરવિંદસિંહ બ.નં.૧૦૭૪

 

(૫) એ.એસ.આઇ સંજયભાઇ દલપતભાઇ બ.નં.૧૦૬૮

 

(૬) અ.હે.કો સંજયભાઇ સરતનભાઇ બ.નં.૯૯૬

 

(૭) અ.હે.કો કેશરસિંહ સોમાભાઇ બ.નં.૧૨૦૬

 

(૮) અ.હે.કો શૈલેષભાઇ ભેમાભાઇ બ.નં.૧૨૧૭

 

(૯) અ.પો.કો.ચુનીલાલ માલાભાઇ બ.નં-૧૧૮૯

 

(૧૦) અ.પો.કો. રાહુલકુમાર મહેન્દ્રસિંહ બ.નં-૭૯૨

 

(૧૧) આ.પો.કો. દીલીપભાઈ બાબુભાઈ બ.નં-૨૫૦

 

આમ, સાગટાળા પોલીસને પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામા સફળતા

મળેલ છે.

 

દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button