Uncategorized

પાલેજની સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલી નાખ્યો…

 

પાલેજની સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલી નાખ્યો…

 

– ચાર ઇસમોને ઝડપી પાડતી પાલેજ પોલીસ

 

પાલેજ :- ભરૂચના પાલેજ સ્થિત સ્ટીલકો કંપનીમાં થયેલી ચોરીનો પાલેજ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખી ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર

પાલેજ GIDC વિસ્તારમાં આવેલ સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીના કંપાઉન્ડની વોલ ચોરી કરવાના ઇરાદે કુદી કંપનીમાં પ્રવેશ કરી ૧૦૦ મિટર જેટલો પાવર કેબલ જેની કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- તથા કોમ્પ્રેસર રૂમમાં કાર્યરત ૦૩ એર કોમ્પરેસરમાં ફીટ કરેલ ૧૨૦ સ્કેવર એમ.એમ. ના કોપર કેબલ વીથ જમ્પર ના ૦૩ સેટ જે એક સેટમાં ૦૬ નંગ મળી કુલ ૧૮ નંગ જેની કિ.રૂ.૩૬,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૮૬,૦૦૦/- ની યોરી થઈ હતી.

 

જે અંગે સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીના જનરલ મેનેજર દ્વારા આપવામાં આવેલી ફરીયાદ અનુસાર પોલીસે ગુનાવાળી જગ્યાની વિઝીટ કરી ગુનાવાળી જગ્યાના CCTV ફુટેજ મેળવી તેનુ એનાલિસીસ કરી હ્યુમન સોર્સીસ થકી વિવિધ દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. પોલીસને અગંત બાતમીદારની બાતમીના આધારે સદર ગુનાવાળી જગ્યાના CCTV ફુટેજમાં દેખાતા ઇસમોને તથા ચોરીનો મુદામાલ લેનાર ઇસમ સહિત ચાર આરોપીઓને પકડી મુદામાલ રીકવર કરી ચોરીનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરાવામાં આવી છે.

 

પોલીસે (૧) અજય હરમાન વાદી રહે, પાલેજ, તા.જી.ભરૂચ (૨) અજય મુકેશ વાદી રહે, પાલેજ, તા. જિ.ભરૂચ (3) સન્ની નરેશ વસાવા રહે, પાલેજ, તા.જી.ભરૂચ (૪) યાકુબ અબ્દુલ કુકડા રહે, વલણ, તા.કરજણ જી.વડોદરા નાઓની ધરપકડ કરી તેઓ પાસેથી સળગી ગયેલ હાલતમાં કોપર (તાબા) ના ગુચ્છા જેનુ વજન આશરે ૧૧ કિલોગ્રામ કિ.રૂ.૬૬૦૦/-બે એન્ડોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૧૬,૬૦૦/- નાં મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે…

 

:- ..પાલેજ…****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button