વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાધનપુરા ખાતે આવેલ પ્રાથમિક શાળા માં અનોખી રીતે શાળાના બાળકો સાથે 51 મી વર્ષ જન્મ વર્ષની ઉજવણી કરાઈ
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાધનપુરા ખાતે આવેલ પ્રાથમિક શાળા માં અનોખી રીતે શાળાના બાળકો સાથે 51 મી વર્ષ જન્મ વર્ષની ઉજવણી કરાઈ
સાવલીના રાધનપુરા ખાતે આવેલ પ્રાથમિક શાળા માં સાવલીના અનાજ કરિયાણાના 51 વર્ષીય મુસ્લિમ વેપારીએ પ્રાથમિક શાળા માં બાળકો સાથે સહપરિવાર સાથે પોતાના જન્મદિવસ ની અનોખી રીતે ઉજવણી કરી હતી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ નોટબુક બોલપેન ચોકલેટ સહિત આપી જન્મદિવસની ઉજવણી કરી હતી
સાવલી ના રાધનપુરા પ્રાથમિક શાળા ખાતે અનાજ કરિયાણાના મુસ્લિમ વેપારી પરિવાર ના ઇબ્રાહીમભાઇ વોરા એ પોતાના 51 માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી આર્થિક સધ્ધરતા ધરાવતા લોકો પોતાના જન્મદિવસની ઉજવણી મોંઘી હોટલોમાં ભવ્ય પાર્ટી નો આયોજન કરતા હોય છે જ્યારે સાવલી ના અનાજ કરિયાણાના મુસ્લિમ વેપારીએ રાધનપુરાખાતે આવેલ પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા ગુજરાતી ના વિદ્યાર્થીઓ ને 120 જેટલી શૈક્ષણિક કીટ નોટબુક બોલપેન ચોકલેટ નાસ્તોસહિત પરિવાર સાથે વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે વોહરા હાજી ઇબ્રાહિમ ભાઈ સાવલી વોહરા બ્રધર્સ,
પ્રિન્સિપાલ,રમાં બેન તથા,હીનાબેન,શિક્ષક રીટાયર્ડ સૈયદ અબ્બાસઅલી,ફિરોઝભાઈ વકીલ, સરપંચ મિનેશ મકવાણા, અને સંચાલક , શેલેષ ભાઈ મકવાણા શાળાના આચાર્ય શાળાના શિક્ષકો ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાથમિક શાળા ના પરિવારે જન્મદિવસ માટે રાધનપુર પ્રાથમિક શાળા ની પસંદગી કરવા બદલ ઈબ્રાહીમ વોરા અને પરિવારનું આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટર