સેગવા ગ્રામ પંચાયત કચેરીમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો…
સેગવા ગ્રામ પંચાયત કચેરીમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો…
કેન્દ્ર સરકારની આયુષ્યમાન વય વંદના યોજના અંતર્ગત સોમવારના રોજ ભરૂચના સેગવા ગ્રામ પંચાયત કચેરીમાં આયુષ્યમાન વય વંદના યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આયોજિત કાર્યક્રમમાં ગામના વરીષ્ઠ નાગરિકોએ યોજનાનો લાભ લીધો હતો. પોતાના આયુષ્યમાન વય વંદના કાર્ડ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
કેન્દ્ર સરકારની આયુષ્યમાન વય વંદના કાર્ડ યોજના વરિષ્ઠ નાગરિકોને બીમારી જેવા સંજોગોમાં ખુબ મહત્વની પુરવાર થાય છે. ઉપરોક્ત કાર્ડ મુખ્યત્વે ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે મહત્વદાયી છે.
આયોજિત કાર્યક્રમમાં સેગવા ભરૂચ જિલ્લા ભાજપ લઘુમતિ મોરચા અધ્યક્ષ સાદિક નાથા, જિલ્લા પંચાયત સદસ્ય સલીમ ખાન ઉર્ફે મલંગખાન પઠાણ ઉપસ્થિત રહ્યા હતા…
:- ..ભરૂચ…****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)