Uncategorized
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામમાં આજ રોજ મોહરમ તહેવાર નિમિતે તાજીયાનું ઝુલુસ (બી) 150 ટ્રસ્ટ દ્વારા કાઢવામાં આવ્યું.
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામમાં આજ રોજ મોહરમ તહેવાર નિમિતે તાજીયાનું ઝુલુસ (બી) 150 ટ્રસ્ટ દ્વારા કાઢવામાં આવ્યું.
મોહરમએ હઝરત ઈમામ હુસૈન અને અન્ય કરબલાના શહીદોની યાદ માં મનાવવામાં આવે છે. મોહરમના દસ દિવસ મુસલમાન રોઝા પણ રાખે છે. મોહરમ (તાજિયા) ના ઝુલુસ માં ઠંડા સરબત, દૂધક્લોર્ડિંગ, બિસ્કીટ, ચોકલેટ વગેરે નિયાજનું આયોજન કરવામાં આવે છે. મોહરમ (તાજિયા) નું ઝુલુસ બારીયા રોડ થી કાડી અને બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન ફરવામાં આવ્યા. તેમજ હઝરત ઈમામ હુસૈનની યાદમાં તાજિયા બનાવીને મોહરમના દસમાં દિવસે કાઢવામાં આવે છે. મોહરમના ઝુલુસમાં પીપલોદ પોલીસ સ્ટેશનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો.
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.