ઝઘડિયા ડીસીએમ શ્રીરામ કંપની દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો, વૃક્ષારોપણથી હવા શુધ્ધ થાય જમીનની ગુણવત્તામાં સુધારો થાય અને જીવ સૃષ્ટિને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળી રહે છે તે થીમ પર કાર્યક્રમ યોજાયો…
ઝઘડિયા ડીસીએમ શ્રીરામ કંપની દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો, વૃક્ષારોપણથી હવા શુધ્ધ થાય જમીનની ગુણવત્તામાં સુધારો થાય અને જીવ સૃષ્ટિને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળી રહે છે તે થીમ પર કાર્યક્રમ યોજાયો…
વૃક્ષારોપણ કાર્યક્રમ એ પર્યાવરણને સુધારવા માટે મહત્વપૂર્ણ એક પહેલ છે અને પર્યાવરણ માટે જાગૃતિ આપે છે, વૃક્ષારોપણ થી હવા શુધ્ધ થાય જમીનની ગુણવત્તામાં સુધારો થાય અને જીવ સૃષ્ટિને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળી રહે છે, આ થીમ સાથે ડીસીએમ શ્રી રામ કંપની દ્વારા આ મહત્વ પૂર્ણ વૃક્ષારોપણ નો કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું,
ડીસીએમ શ્રી રામ કંપની દ્વારા ત્રણ ગ્રીન બેલ્ટ વિકસાવવામાં આવ્યા છે, જેમાં છેલ્લા ત્રણ વર્ષ થી ૪૫ હજાર ઉપરાંત વૃક્ષોનુ વાવેતર કરવામાં આવ્યું છે, અને પર્યાવરણની જાળવણીમાં મહત્વ યોગદાન આપ્યું છે. આજે પાંચસો ઉપરાંત વૃક્ષોનુ રોપણ કરવામાં આવ્યું છે.
જેમાં રિઝર્વ ટ્રી જેવા કે લીમડો, પીપળો, આંબલી ના વૃક્ષોનુ વધુ પ્રમાણમાં રોપણ કરવામાં આવ્યું, આ પ્રસંગે કંપની સીઓઓ બી.એમ.પટેલ, જયંતિભાઈ પરમાર વાઇસ પ્રેસિડેન્ટ એચ.આર, અર્પિત નાણાંવટી વાઇસ પ્રેસિડેન્ટ એન્વાયરમેન્ટ હેલ્થ સેફ્ટી, નિલેશ ભારતી એચ.આર, તેમજ કંપની કર્મચારી સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણ જાગૃતિ નો સંદેશ આપતા આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો…
:- ..ભરૂચ…****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)