કલેકટરશ્રીની કચેરીના રેકર્ડ શાખમાંથી ગુમ થયેલ ફાઇલના ગુનામાં કલેકટરશ્રીની કચેરીમાં તત્કાલીન ફરજ બજાવતા નાયબ મામલતદાર જે.ડી.પટેલ(હાલ ફરજ મોકુફ)ની ધરપકડ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ.
અ
પ્રેસનોટ તા.૧૯-૦૬-૨૦૨૫
લોકલ ક્રાઇમ બ્રાન્ચ, આણંદ
કલેકટરશ્રીની કચેરીના રેકર્ડ શાખમાંથી ગુમ થયેલ ફાઇલના ગુનામાં કલેકટરશ્રીની કચેરીમાં તત્કાલીન ફરજ બજાવતા નાયબ મામલતદાર જે.ડી.પટેલ(હાલ ફરજ મોકુફ)ની ધરપકડ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ
આણંદ ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૫૦૦૨૨૫૦૩૦૦/૨૦૨૫ આઈ.પી.સી-૧૮૬૦ ની કલમ ૪૦૯, ૨૦૧ મુજબ બોરસદના બ્લોક / સર્વે નંબર ૫૬૯-૫૭૦-૫૭૨-૫૭૩-૩૭૨-૫૭૧/૨ તથા ૫૬૮/૧ વાળી જમીનો હિજરતી પ્રકારની એટલે કે નવી શરતની હોવા છતાં બીનખેતી કરી સરકારશ્રીના પ્રિમિયમનું નુકશાન કરેલ હોવાનું સંભવિત હોય જે બાબતની તપાસ કરવા માટે આવશ્યક સંબધિત ફાઈલ રેકર્ડ શાખામાંથી કોઈ સરકારી કર્મચારીએ તા.૨૧.૦૩.૨૦૨૩ ના રોજ ફાઈલ મુવમેન્ટ રજિસ્ટરમાં જાણી બુઝીને ઈરાદાપૂર્વક અગર ખોટી રીતે સહી કરી ફાઈલ મેળવી ત્યારબાદ સદર ફાઈલ રેકર્ડ શાખામાં પરત નહિ કરી પુરાવાનો નાશ કરી ગુનો કર્યા અંગેની ફરીયાદ કલેકટર કચેરી આણંદની રેકર્ડ શાખાના નાયબ મામલતદારશ્રી દ્વારા તા.૦૧/૦૩/૨૦૨૫ ના રોજ ફરીયાદ આપવામાં આવતા ઉપરોકત ગુના નંબરથી ફરીયાદ દાખલ કરવામાં આવેલ.
સરકારી કચેરીમાંથી અગત્યની ફાઇલ ગુમ થયેલ હોય આ ગુનાની ગંભીરતા ધ્યાને લઇ શ્રી જી.જી.જસાણી સાહેબ, પોલીસ અધિક્ષક આણંદ નાઓએ આ ગુનાની તપાસ શ્રી એચ.આર.બ્રહ્મભટ્ટ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. આણંદ નાઓને સોંપેલ.
આ ગુનાની તપાસ દરમ્યાન કલેકટરશ્રીની કચેરીમાં ફરજ બજાવતા સંલગ્ન વિભાગના કર્મચારીઓના
નિવેદનો લઇ જરૂરી રેકર્ડ કબ્જે લેવામાં આવેલ. જે તપાસ દરમ્યાન આ ફાઇલ જે તે વખતે કલેકટરશ્રીની
કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જે.ડી.પટેલ (હાલ ફરજ મોકુફ) નાઓએ મંગાવેલ હોવાનુ
જણાઇ આવતા ગઇકાલ રોજ ક.૨૦/૨૫ વાગે ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ નામદાર કોર્ટમાં
રજુ કરી રીમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડેલ આરોપીનુ નામ:-
જયેશભાઇ દેસાઇભાઇ પટેલ (હાલ ફરજ મોકુફ નાયબ મામલતદાર, મામલતદારશ્રીની કચેરી તારાપુર,) ઉ.વ.૪૮ રહે. ૧૦૧, શાલીગ્રામ ગ્રીન્સ, રામભાઈ કાકા માર્ગ, બાકરોલ તા.જી.આણંદ