શેઠ ફુલચંદ શિવચંદ સરકારી આયુર્વેદ હોસ્પિટલ આંકલાવ દ્વારા “૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ“ની ઉજવણી વિવિધ સ્થળોએ કરવામાં આવેલ.
શેઠ ફુલચંદ શિવચંદ સરકારી આયુર્વેદ હોસ્પિટલ આંકલાવ દ્વારા “૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ“ની ઉજવણી વિવિધ સ્થળોએ કરવામાં આવેલ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર અંતર્ગત શેઠ ફુલચંદ શીવચંદ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, આંકલાવના દર્શનકુમાર પરમાર (વૈદ્ય પંચકર્મ )ના માર્ગદર્શન હેઠળ યોગા વેલનેસ સેન્ટર દ્વારા “૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીના ભાગરૂપે ગંગાબા પાર્ક, આંકલાવ ખાતે “યોગા ફોર વન અર્થ, વન હેલ્થ” થીમ સાથે સપ્તદિવસીય યોગ શિબીર (તા.૧૫ થી તા.૨૧)નું આયોજન કરવામાં આવેલ. જેમાં તા.૨૧/૦૬/૨૦૨૫ના રોજ સમાપન સમારોહમાં વૈદ્ય ગોવિંદભાઇ પટેલ (નિવૃ્ત્ત જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી-ખેડા) અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા. સદર કાર્યક્રમમાં બ્રહ્મકુમારી સંસ્થાન, આંકલાવ બ્રાંચના કુમારી ભારતીદીદી, લતાદીદીની પ્રેરણાદાયી ઉપસ્થિતી રહેલ. તમામ મહાનુભાવો દ્વારા સપ્તદિવસીય યોગ શિબિરમાં ભાગ લીધેલ શિબિરાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા. તદ ઉપરાંત, બ્રહ્મકુમારી સંસ્થાન, આંકલાવ દ્વારા રાજયોગનો પરીચય આપી તેના લાભો વિશે સમજાવી જીવનમાં યોગની ઉપયોગીતાનું મહત્વ સમજાવ્યું. ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે આંકલાવ તાલુકામાં વિવિધ ૬(છ) સ્થળો (ગંગાબા પાર્ક-આંકલાવ, પ્રા.શાળા-સરસ્વતિનગર, કહાનવાડી, આંકલાવ હાઇસ્કુલ (ઉ.મા.ના સાયન્સ વિભાગ)-આંકલાવ, પ્રા.શાળા(રામપુરા)-આસરમા, પ્રા.શાળા-કહાનવાડી, પ્રા.શાળા-કસુંબાડ અને પ્રા.શાળા-નાપાડ ખાતે યોગા સેશન કરવામાં આવેલ. જેમાં કુલ મળીને ૨૦૦૬ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો. વધુમાં અત્રેની હોસ્પિટલ ખાતે પ્રતિ દિન સવારે ૬:૦૦ થી ૭:૦૦ કલાક સુધી યોગ સેશનમાં યોગાભ્યાસ નિરંતર થતો હોય છે. જેનો લાભ લેવા વિનમ્ર અપીલ છે.