વડોદરા શહેરની શિફા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા વાડી ખાતે બવાહિર હોલમાં ધોરણ 10 અને ધોરણ 12 ના 50 ટકા થી વધુ માર્ક લાવનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એવા 750 બાળકોને ઇનામ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા

જેમાં ઓપરેશન સિંદૂરના બાહોશ અને જાબાજ ના માનનીય સભ્ય સોફિયા કુરેશી ના પિતા શ્રી તાજ મોહમ્મદ કુરેશી અને એમના ભાઈ શ્રી સંજય કુરેશી સાથે બોરીવલી મુંબઈ થી પધારેલા શ્રી મહેન્દ્રભાઈ વસાણી સાહેબ સાથે પીરે તરીકત રફાઈ સાહબના સજાતા નસીન મોઇનુદ્દીન રિફાઈ ઉર્ફે નિયર બાબા નાઓ સાથે મધ્ય ગુજરાતના મુસ્લિમ સમાજના પ્રમુખ શ્રી કરીમભાઈ મલેક સાહેબનાઓ તથા માજી ડેપ્યુટી મેયર ચિરાગ શેખ સાહેબ અને અન્ય મહાનુભવો હાજર રહ્યા હતા.
એ સાથે વડોદરા શહેરની 18 હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ નાઓને ટ્રોફી અને સાલ ઓળાવી સન્માનિત કરવામાં આવ્યા .
તેમજ આ મહાનુભવો દ્વારા પ્રિન્સિપાલોને ટ્રોફી આપી અને બધા વિદ્યાર્થીઓને ઇનામ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. તે વખતે વિભાજરે ટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોહમ્મદ હુસેન શેખ ઉર્ફે જોની ભાઈ, અયુબ ભાઈ સકાવાળા ઈકબાલ સૈયદ ઈકબાલ મલેક, નઈમ મલેક, જાકીર જાકીર શેખ, અને એડવોકેટ જુનેદ સૈયદ હાજર રહ્યા હતા. રિપોર્ટર મોહમ્મદ રસીદ ઢેરીવાલા વડોદરા