Uncategorized

આણંદમાં ગેરકાયદે કતલખાનુ ચલાવી ગૌવંશની કતલ કરવાના ગુનામાં નાસતા-ફરતા 6 આરોપીઓ ઝડપાયાં.

 

 

આણંદમાં ગેરકાયદે કતલખાનુ ચલાવી ગૌવંશની કતલ કરવાના ગુનામાં નાસતા-ફરતા 6 આરોપીઓ ઝડપાયાં

 

આણંદ શહેરમાં પોલસન ડેરી રોડ ઉપર ખાટકીવાડ વિસ્તારમાં તાસ્કંદ સોસાયટી નજીક આવેલ રોયલ ચીકનવાળાના ખાંચામાં રહેતો આસીફમીયા અલ્લારખા કુરેશી જીવતી ગાયો લાવી પોતાના મકાનની બાજુમાં બનાવેલ ઓરડીમાં કતલ કરતો હોવાની બાતમી આણંદ ટાઉન પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે ગત તારીખ ૧૨-૪-૨૫ ના રોજ બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડ્યો હતો. દરમિયાન પોલીસને જોઈને ત્યાં હાજર આસીફમીયા અલ્લારખા કુરેશી અને તેનો સાગરીત રબ્બાની કાદરભાઈ કુરેશી સહિતના શખ્સો ઓરડીની પાછળના ભાગેથી ફરાર થઈ ગયાં હતાં.

 

જે તે વખતે પોલીસની ટીમે સ્થળ પરથી માંસના ટુકડા, પશુ કતલ કરવાના સાધનો, કતલ કરેલ હાલતમાં ત્રણ ગાયો ઉપરાંત ૭૦૫ કિલો ગૌમાંસ મળીને કુલ રૂપિયા ૧,૪૮,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ફરાર આસીફમીયા અલારખા કુરેશી, રબ્બાની કાદરભાઈ કુરેશી વિરૂદ્ધ પશુક્રુરતાનો ગુનો નોંધી, બે દિવસમાં જ બંનેની અટકાયત કરી હતી. આ બંનેની પુછપરછમાં તેમના સાગરીતો સદ્દામ હસનભાઈ કુરેશી, ઇનાયત હસનભાઈ કુરેશી, પિરૂભાઈ સત્તારભાઈ કુરેશી (ત્રણેય રહે. પોલશન ડેરી રોડ, ખાટકીવાડ, મુબીન મસ્જીદની પાસે, આણંદ), એઝાજ અલ્લારખા અહેમદભાઈ કુરેશી (રહે. પોલસન ડેરી રોડ, ખાટકીવાડ, તારકંદ સોસાયટી, આણંદ), ઝાકીરમીયા સત્તારમીયા મલેક (રહે. કસ્બામાં, રીક્ષા સ્ટેન્ડ પાસે, સામરખા, તા.જી.આણંદ) અને રમણભાઈ સોમાભાઈ સોલંકી (રહે. ચાંગા, વાડી ફળિયુ, તા.જી.આણંદ) ના નામ ખુલ્યાં હતાં. આણંદ ટાઉન પોલીસે આજરોજ આ તમામ છ ઈસમોની અટકાયત કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button