આણંદ જિલ્લા આંકલાવ તાલુકાના ગંભીરામાં બનેલનવનિર્માણ આર સી સી રોડ જે સાઇડોમાં ખાડા પાડી દેવામાં આવ્યાં હતાં.
આણંદ જિલ્લા આંકલાવ તાલુકાના ગંભીરામાં બનેલનવનિર્માણ આર સી સી રોડ જે સાઇડોમાં ખાડા પાડી દેવામાં આવ્યાં હતાં પરંતુ કોઈ જાતનું સાઈડો માં પુરાણ પણ કરવામાં આવેલ નથી આવી સ્થાનિક તંત્ર અને આર સી સી બનાવેલ કોન્ટ્રાકટર ની વધુમાં એક ઘોર બેદરકારી સામે આવી.જ્યારે આ ખાડામાં પાણી ભરાયેલા છે ત્યારે આજુ બાજુમાં રહેતા લોકોને ગંદકીને લઇ માંદગીના સામ્રાજ્ય નો માહોલ જોવા મળી આવ્યોઆ ગંદકીને લઇ રહીશોને મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે. તો શું આ સ્થાનિક તંત્રને દેખાતું નથી.ત્યારે ગંભીરા ગામમાં આવો ગંદકીનો માહોલ સર્જાઈ રહ્યો હોય છે. અને ગામના નાગરિકો ને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.ત્યારે કોઈ બીમાર પડે અને બાળકો રમતા હોય અને આ ભરાયેલ પાણીથી ગંદકી ફેલાય અને કોઈ બીમારીનો ભોગ બને તો તેનું જવાબદાર કોણ. સ્થાનિક તંત્ર કે ગામના ભોળા નાગરિકો પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર મહેશ પઢીયાર મુજકુવા